________________
૪૯૩ જગતના ઇતિહાસનું રેખાદર્શન રશિયાનું રાજ્ય છે. અને એની ઉત્તર તથા પશ્ચિમ તરફ બીજા દેશે આવેલા છે.
૧૬મી સદીના આરંભમાં યુરોપન નકશો આ હતે. ૧૫ર ની સાલમાં ચાલ્સ પાંચમે સમ્રાટ છે. તે હેપ્સબર્ગ વંશન હતું અને આપણે આગળ ઉપર જોઈ ગયાં છીએ કે સ્પેન, નેપલ્સ, સિસિલી તથા નેધરલૅઝનાં રાજ્ય તેને વારસામાં મળ્યાં હતાં. અમુક રાજાઓના લગ્નસંબંધને કારણે યુરોપમાં આખા દેશના તથા પ્રજાના સ્વામીઓ કેવી રીતે બદલાઈ જતા હશે એ ખરેખર વિચિત્ર ઘટના છે. કરોડે પ્રજાજનો તથા મોટા મોટા દેશે માત્ર વારસાહકને કારણે મળી જતા. કેટલીક વખત તેઓ પહેરામણીમાં પણ અપાતા હતા. મુંબઈને બેટ આ રીતે ઇંગ્લંડના રાજા બીજા ચાર્લ્સને તેની પત્ની બેગાન્ડા (પાટુંગાલ)ની કૅથેરાઈનની પહેરામણીમાં મળ્યું હતું. આમ જનાપૂર્વકના લગ્નસંબંધથી હેપ્સબર્ગ વંશે એક મોટું સામ્રાજ્ય ઊભું કર્યું હતું અને પાંચમો ચાર્લ્સ એ સામ્રાજ્યને સુખી બન્યું હતું. તે બહુ જ સામાન્ય માણસ હતો. સારી પેઠે ખાવું એ એક એની ખાસિયત હતી. પરંતુ એના તાબાના વિશાળ પ્રદેશને કારણે યુરોપમાં થોડા વખત માટે તે તે એક જબરદસ્ત પુરુષ છે એ તેને વિષે ભાસ પડ્યો હતો.
ચાર્લ્સ સમ્રાટ થયે તે જ વરસે સુલેમાન ઉસ્માની સામ્રાજ્યનો વડે બને. તેના અમલ દરમ્યાન એ સામ્રાજ્ય બધી દિશાઓમાં અને ખાસ કરીને પૂર્વ યુરોપમાં વિસ્તર્યું. તુર્ક લેકે ઠેઠ વિયેનાના દરવાજા સુધી આવી પહોંચ્યા હતા, પરંતુ એ પ્રાચીન અને રમણીય શહેર તેમના હાથમાં જતું જતું રહી ગયું. પરંતુ હે સબર્ગ સમ્રાટને તેમણે થરકાંપ કરી મૂક્યો અને સુલેમાનને ખંડણી આપીને તેને પિતાનો કરી લેવાનું તેણે સલાહભરેલું માન્યું. પવિત્ર રોમન સામ્રાજ્યના મહાન સમ્રાટ તુર્કીના સુલતાનને ખંડણી ભરે એની જરા કલ્પના તે કરી જે. સુલેમાને “ભવ્ય સુલેમાન'ના નામથી ઓળખાય છે. તેણે પિતે પણ સીઝર અથવા સમ્રાટ ખિતાબ ધારણ કર્યો અને તે પિતાને પૂર્વના બાઝેન્ટાઈન સમ્રાટોના પ્રતિનિધિ તરીકે માનતે હતે.
સુલેમાનના અમલ દરમ્યાન કોન્સાન્ટિનોપલમાં ઇમારતે બાંધવાની પ્રવૃત્તિ બહુ જોરમાં ચાલી અને સંખ્યાબંધ મનહર મસ્જિદો. બંધાઈ. ઈટાલીમાં કળાને પુનરુદ્ધાર થઈ રહ્યો હતે. તેવી જ પરિસ્થિતિ. પૂર્વમાં પણ માલુમ પડે છે. એ પ્રવૃત્તિ કેવળ કોન્સાન્ટિને પલમાં જ