________________
પ્રોટેસ્ટ, બંડ અને ખેડૂતનું યુદ્ધ ૪૮૯ માર્ટિન લ્યુથર બળવાન થતો જતો હતો તે જ સમયે ઈગ્નેશિયસ લેલા નામના એક પેનવાસીએ ચર્ચને એક નવો જ સંઘ શરૂ કર્યો. તેણે એ સંધને “જીસસને સંઘ” એવું નામ આપ્યું અને તેના સભ્ય જેસ્યુઈટ કહેવાતા. ચીન તથા પૂર્વના દેશોમાં આવેલા જેસ્યુઈટ વિષે હું આગળ ઉપર ઉલ્લેખ કરી ચૂક્યો છું. “છસસને સંઘ” એ એક અદ્વિતીય મંડળ હતું. રેમના ચર્ચ તથા પિપની આ સમય દક્ષતાપૂર્વક સેવા કરનારા માણસને તાલીમ આપવી એ એનું ધ્યેય હતું. એની તાલીમ બહુ કડક હતી. પરંતુ એમાં એને ભારે સફળતા મળી અને તેણે ચર્ચના અતિશય કુશળ અને નિષ્ઠાવાન સેવકો પેદા કર્યા. ચર્ચ ઉપર તેમને એવી અડગ શ્રદ્ધા હતી કે, કશે પ્રશ્ન ઉઠાવ્યા વિના તેઓ આંખ મીંચીને તેની આજ્ઞાનું પાલન કરતા અને પિતાનું સર્વસ્વ તેને અર્પણ કરતા. ચર્ચાને લાભ થાય છે એમ જણાય છે તેઓ તેને માટે સહર્ષ પિતાની જાતનું બલિદાન આપતા. એટલું જ નહિ પણ ચર્ચની સેવા કરવામાં તેમને કશી નીતિ-અનીતિની બાધા પણ નડતી નહિ એવી તેમની ખ્યાતિ હતી. ચર્ચનું હિત સાધવામાં બધું ઉચિત અને ક્ષમ્ય ગણાતું.
આ અદ્વિતીય સંઘના માણસોએ રેમન ચર્ચને ભારે સહાય કરી. તેમણે ચર્ચનું નામ તથા તેનો સંદેશ દૂર દૂરના દેશોમાં પહોંચાડ્યો એટલું જ નહિ, પણ યુરોપમાં તેમણે ચર્ચનું ધોરણ પણ ઊંચું કર્યું. વળી, કંઈક અંશે, સુધારે કરવાની આંતરિક ચળવળને લીધે, પણ મોટે ભાગે તે પ્રોટેસ્ટંટ બળવાના ધાકથી હવે રોમમાં સડો ઓછો થયે હતે. આ રીતે રેફર્મેશન'ની ચળવળે ચર્ચમાં ખ્રિસ્તી ધર્મસંઘને બે ભાગમાં વહેંચી નાખે અને સાથે સાથે તેમાં થોડે અંશે આંતરિક સુધારો પણ કર્યો.
કૅટેસ્ટંટ બળવો ફેલાતો ગયો તેમ તેમ યુરોપના રાજા મહારાજાઓ એક યા બીજા પક્ષની તરફેણ કરવા લાગ્યા. એમ કરવામાં તેઓ કાઈ ધાર્મિક આશયથી પ્રેરાયા નહોતા. તેમને મન એ તે રાજનૈતિક અને લાભ મેળવવાની કામનાને સવાલ હતા. એ સમયે હેપ્સબર્ગ વંશને ચાર્લ્સ પાંચમે પવિત્ર રોમન સામ્રાજ્યને સમ્રાટ હતો. એના પિતા તથા પિતામહના લગ્નસંબંધને કારણે તેને એક વિશાળ સામ્રાજ્ય વારસામાં મળ્યું હતું. તેમાં, ઓસ્ટ્રિયા, જર્મની (પણ તે નામનું જ), સ્પેન, નેપલ્સ, સિસિલી, નેધરલેસ તથા સ્પેનિશ અમેરિકા વગેરે પ્રદેશને સમાવેશ થ હતું. એ સમયે આ રીતે લગ્નસંબંધથી રાજ્ય વધારવાને