________________
કૅટેસ્ટંટ બંડ અને ખેડૂતોનું યુદ્ધ
(
૮ ઑગસ્ટ, ૧૯૩૨ - ૧૫મીથી સત્તરમી સદીના યુરોપના સંબંધમાં હું તને ઘણું પત્ર લખી ચૂક્યો છું. મધ્ય યુગની સમાપ્તિ, ખેડૂતવર્ગની ભારે હાડમારી, બૂડ્ઝવા અથવા મધ્યમ વર્ગને ઉદય, અમેરિકા તથા પૂર્વના દેશોમાં જવા માટેના દરિયાઈ માર્ગોની શોધ, અને યુરોપની ભાષાઓ, વિજ્ઞાન તથા કળાની પ્રગતિ વગેરે બાબતે વિષે મેં તને થેડી વાત કરી છે. પરંતુ ચિત્રની રૂપરેખા પૂરી કરવા માટે આ યુગ વિષે હજી ઘણું કહેવાનું બાકી રહે છે. મારા આગલા બે પત્રો તેમજ દરિયાઈ માર્ગોની શધ વિષેનો એક પત્ર તથા હું લખી રહ્યો છું તે અને એ પછીના એક બે પગે એ બધા યુરોપના એક જ યુગને લગતા છે. ભિન્ન ભિન્ન હિલચાલે અને પ્રવૃત્તિઓ વિષે હું અલગ અલગ લખું છું, પરંતુ એ બધી હિલચાલ તથા પ્રવૃત્તિઓ લગભગ એક જ કાળે થઈ હતી અને દરેકે પરસ્પર એકબીજીની ઉપર પિતાની અસર પાડી હતી.
નરેનેસાંસ અથવા નવજીવનના યુગ પહેલાં પણ રોમન ચર્ચમાં ઘેર કડાકાભડાકા સંભળાવા લાગ્યા હતા. યુરોપની પ્રજા તથા રાજાઓને ચર્ચ એટલેકે રેમના ધર્મતંત્રનો ભારે બોજો કઠવા લાગ્યો હતો અને તેઓ કાંઈક અંશે અસંતુષ્ટ અને સંશયશીલ બન્યા હતા. સમ્રાટ ફ્રેડરિક બીજે તે પિપ સાથે વાદવિવાદમાં પણ ઉતર્યો હતે તથા ધર્મ બહાર મુકાવાની બાબતમાં પણ તે બેપરવા બન્યા હતા એ તને યાદ હશે. સંશય તથા અવજ્ઞાનાં આ ચિહ્નથી રેમ ક્રોધે ભરાયું અને આ નવી ઉદ્દભવેલી ધર્મભ્રષ્ટતાને ચગદી નાખવાને તેણે નિશ્ચય કર્યો. આ હેતુ પાર પાડવા ઇક્વિઝીશનની સ્થાપના કરવામાં આવી. અને બીચારા પુરુષે ઉપર ધર્મભ્રષ્ટતાને તથા સ્ત્રીઓ ઉપર ડાકણ હેવાને આરેપ મૂકીને યુરોપભરમાં તેમને જીવતાં બાળી મૂકવામાં આવ્યાં. પ્રાગના જોન હસને છળથી બાળી મૂકવામાં આવ્યું. પરિણામે બહેમિયાના તેના અનુયાયીઓએ બળવાનો અંડે ઉઠા. રોમન ચર્ચ સામે પેદા