________________
r¢y
જગતના ઇતિહાસનું રેખાદર્શન
નિશ્રિત કરે છે. ચર્ચ સાથે તેને તીવ્ર ઝધડે થયા કેમકે લોકેા વિચાર કરતા તથા પ્રયોગ કરતા થાય તે તેને મંજૂર નહોતું, તેની દૃષ્ટિએ તે પૃથ્વી એ આખા વિશ્વનું કેન્દ્ર હતું અને તેની પ્રદક્ષિણા કરતા હતા તથા તારાઓ એ તો આકાશમાં જડાયેલા અચળ તેજોબિંદુ સમાન હતા. આનાથી ભિન્ન મત ધરાવનાર ધ ભ્રષ્ટ લેખાતા અને ઇવિઝીશનની અદાલત ધારે તો તેના ઉપર કામ ચલાવી શકતી. આમ છતાં પણ કોપરનિકસ નામના એક પોલેંડવાસીએ આ માન્યતા સામે વિરોધ ઉઠ્ઠાવ્યો અને પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે એ હકીકત પુરવાર કરી બતાવી. આ રીતે તેણે વિશ્વ વિષેની આધુનિક કલ્પનાને પાયા નાખ્યો. તે ૧૪૭૩થી ૧૫૪૩ની સાલ સુધી જીવ્યા હતા અને આવા ધવિમુખ તથા ક્રાંતિકારક અભિપ્રાયા ધરાવતા છતાં કાર્યક રીતે ચર્ચના કાપમાંથી ઊગરી ગયા. એના પછી થયેલા એના જેવા બીજા એટલા નસીબદાર નહાતા. પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે તથા તારાએ તે સૂર્ય જેવા જ ખીજા તેજપુંજો છે એવી માન્યતાને દૃઢતાપૂર્વક વળગી રહેવા માટે ૧૬૦૦ની સાલમાં જ્યોદાનાં બ્રુને નામના એક ઇટાલિયનને ચર્ચે રામમાં જીવતો ખાળી મૂક્યો. પહેલવહેલું દૂરખીન બનાવનાર તેના સમકાલીન ગૌલલિયોને પણ ચર્ચે ધમકી આપી. પરંતુ બ્રુના કરતાં તે પેચા હતા અને પોતાને મત ખેંચી લેવાનું જ તેણે સલાહભર્યું માન્યું. આથી ચર્ચ સમક્ષ તેણે કબૂલાત આપી કે પોતે ઊધે રસ્તે દોરવાઈ ગયા હતા અને પૃથ્વી જ વિશ્વની મધ્યમાં હતી તથા સૂર્ય તેની આસપાસ કરતા હતા. આમ છતાં પણ થાડા વખત જેલમાં પુરાઈ ને તેને તપશ્ચર્યાં કરવી પડી.
૧૬મી સદીના આગળ પડતા વૈજ્ઞાનિકામાં હાવે પણ હતો. લેહી શરીરમાં ક્રતું રહે છે એ તેણે સંપૂર્ણ પણે પુરવાર કરી બતાવ્યું. સત્તરમી સદીમાં આઈ ઝેક ન્યૂટન પેદા થયા. વિજ્ઞાનના સૌથી મહાન દ્રષ્ટાઓમાંના એક તરીકે તેની ગણતરી થાય છે. તે મેટા ગણિતશાસ્ત્રી પણ હતો. તેણે ગુરુત્વાકર્ષણનો નિયમ શોધી કાઢયો અને વસ્તુ નીચે શાથી પડે છે તેની સમજૂતી આપી. આ રીતે તેણે પ્રકૃતિના બીજા એક રહસ્યને સ્ફાટ કર્યાં.
આટલું, અથવા કહો કે આટલું ઓછું વિજ્ઞાન વિષે. આ યુગમાં સાહિત્યે પણ સારી પ્રગતિ કરી. જે નવું ચેતન સત્ર પ્રસર્યું હતું તેણે યુરોપની ઊગતી ભાષા ઉપર પણ પ્રબળ અસર કરી. થેાડાક