________________
રેનેસાંસ અથવા નવજીવનને યુગ
૫ ઓગસ્ટ, ૧૯૩૨ યુરોપભરમાં ફેલાતી જતી યાતનાઓ અને ગડમથલમાંથી “રેનેસાંસ” અથવા તે નવજીવનના યુગનું સુંદર ફૂલ ખીલ્યું. આરંભમાં તે તે ઈટાલીની ભૂમિમાં ઊગ્યું પરંતુ સદીઓની પાર પુરાણું ગ્રીસમાંથી તેણે પોષણ અને પ્રેરણા મેળવ્યાં હતાં. ગ્રીસ પાસેથી તેણે સંદર્યભક્તિ મેળવી અને મન તથા આત્મામાંથી પેદા થતું એવું કંઈક ગહન તત્વ તેણે પુરાણી શારીરિક સૌંદર્યની ભાવનામાં ઉમેર્યું. આ નવજીવન એ નગરની પેદાશ હતી અને ઉત્તર ઈટાલીનાં શહેરેએ તેને આશ્રય આપો. ખાસ કરીને ફર્લોરેન્સ નગરની ભૂમિમાં રેનેસાંસ અથવા નવજીવનના યુગને પહેલવહેલે ઉદય થયે.
તેરમી તથા ચિદમી સદીમાં ફરેન્સે દાન્ત તથા પેટ્રાર્ક નામના ઈટાલિયન ભાષાના બે મહાકવિઓ પેદા કર્યા હતા. મધ્યયુગના સમય દરમ્યાન તે આખા યુરેપનું આર્થિક કેન્દ્ર હતું અને ત્યાં આગળ મેટા મેટા શરાફે એકઠા થતા હતા. ફલોરેન્સ ધનિકનું નાનકડું પ્રજાતંત્ર હતું. એ બહુ સારા લેક તે નહોતા જ અને પિતાના જ મહાપુરૂષો તરફ તેમણે ઘણી વાર ગેરવર્તાવ રાખ્યું હતું. એથી તેનું નામ “ચંચળ ફલોરેન્સ” પડ્યું હતું. પરંતુ, શરાફ તથા આપખુદ અને જુલમી રાજકર્તાઓ ઉપરાંત ૧૫મી સદીનાં પાછલાં ૫૦ વરસમાં તેણે ત્રણ વિચક્ષણ પુરુષો પેદા કર્યાઃ લિયોનાર્ડો દ વિન્ચી, મિકેલાં અને રેફેઈલ. આ ત્રણે બહુ સમર્થ કળાકાર અને ચિત્રકારો હતા. લિયોનાર્દો તથા મિકેલાંજે તે બીજી બાબતમાં પણ મહાન હતા. મિકેલાંજે અભુત મૂર્તિકાર હતા અને આરસના પથ્થરમાંથી તે પ્રચંડ મૂર્તિઓ કોતરી કાઢતે હતે. વળી તે માટે સ્થપતિ પણ હતા. રામનું સેંટ પીટરનું ભવ્ય દેવળ મોટે ભાગે તેની જ કૃતિ છે. લગભગ નેવું વરસ જેટલું સારી પેઠે લાંબુ આયુષ્ય તેણે ભગવ્યું અને પિતાના જીવનના છેક છેલ્લા દિવસ સુધી સેંટ પીટરનું દેવળ બાંધવાના કાર્યમાં
s- ૨૧