________________
જાપાન પિતાનાં કાર ભીડી દે છે ૪૭૩ પછી ૧૬૩૬ની સાલમાં જાપાનનાં દ્વાર બિલકુલ ભીડી દેવામાં આવ્યાં. ફિરંગીઓને ત્યાંથી હાંકી કાઢવામાં આવ્યા અને ખ્રિસ્તી કે અખ્રિસ્તી કોઈ પણુ જાપાનીને કોઈ પણ કારણસર જાપાન બહાર જવાની મના કરવામાં આવી. આ કાનૂન અનુસાર પરદેશમાં વસતા કોઈ પણ જાપાનીને સ્વદેશ પાછા ફરવાની મના કરવામાં આવી અને જે તે જાપાન આવે તે તેને ફાંસીની શિક્ષા કરવાનું જણવવામાં આવ્યું! માત્ર ગણ્યાગાંઠયા વલંદાઓ ત્યાં રહ્યા અને તેમને પણ બંદરો છેડવાની તેમજ દેશના અંદરના ભાગમાં જવાની મના કરવામાં આવી હતી. ૧૬૪૧ની સાલમાં આ વલંદાઓને પણ નાગાસાકી બંદરના એક નાનકડા ટાપુમાં ખસેડવામાં આવ્યા અને ત્યાં તેમને લગભગ કેદીના જેવી સ્થિતિમાં રાખવામાં આવ્યા. આમ પહેલવહેલા ફિરંગી લેકે ત્યાં આવ્યા ત્યાર પછી નવ્વાણું વરસ બાદ જાપાને પરદેશે સાથે બધે વ્યવહાર તેંડી નાખે અને પિતાનાં દ્વાર વાસી દીધાં. ૧૬૪ની સાલમાં વેપાર ફરીથી શરૂ કરવાની માગણી કરવાને માટે એક પ્રતિનિધિમંડળ લઈને પિોર્ટુગાલનું વહાણ જાપાન આવ્યું. પરંતુ તેનું પરિણામ શૂન્ય આવ્યું. જાપાનીઓએ એલચીઓ તેમજ ઘણાખરા ખલાસીઓની કતલ કરી. પાછા જઈને ખબર કહે એટલા ખાતર થડાક ખલાસીઓને જીવતા જવા દેવામાં આવ્યા.
૨૦૦ વરસથીયે વધારે સમય સુધી જાપાન આખી દુનિયાથી અને પિતાના પડોશી ચીન તથા કેરિયાથી પણ અલગ રહ્યું. ગણ્યાગાંઠયા વલંદાઓ અને કડક તકેદારી નીચે આવતે કઈ રડ્યાખડ્યો ચીનવાસી – બસ એ જ જાપાનને બહારની દુનિયા સાથે જોડનારી કરી હતી. આ રીતે દુનિયાથી બિલકુલ અલગ થઈ જવાને દાખલ વિરલ છે. નેંધાયેલા ઈતિહાસના કોઈ પણ યુગમાં અને બીજા કોઈ પણ દેશમાં આવો દાખ મળતો નથી. ગૂઢતાથી વ્યાપ્ત તિબેટ કે મધ્ય આફ્રિકા પણ પિતાના પડોશીઓ સાથે તે અવારનવાર વ્યવહાર રાખતાં હતાં. બીજાઓથી અળગા થઈ જવું એ વ્યક્તિ તેમ જ પ્રજા એ બંને માટે હાનિકારક છે. પરંતુ જાપાન એ વિષમતામાંથી પણ પાર ઊતર્યું. તેણે આંતરિક સુલેહશાંતિ પ્રાપ્ત કરી અને લાંબા વિગ્રહના થાકમાંથી તે સાજુંતાજું થઈ ગયું તથા ૧૮૫૩ની સાલમાં છેવટે
જ્યારે તેણે પોતાનાં દ્વાર ફરીથી ખોલ્યાં ત્યારે તેણે બીજું એક, આપણને ચકિત કરી મૂકે એવું કાર્ય કરી બતાવ્યું. તે અતિશય ત્વરાથી