________________
૪૭૦,
જગતના ઇતિહાસનું રેખાદર્શન આર્મસ) તેઓ પહેલવહેલાં લાવ્યા હતા. એ. વસ્તુ બહુ નવાઈ પમાડે તેવી છે કેમકે, ચીન તે એ અસ્ત્રોથી કેટલાય સમયથી પરિચિત હતું અને યુરેપ તે તેને ઉપયોગ ચીન પાસેથી મંગોલે મારફત શીખ્યું હતું.
આખરે સે વરસના આંતરવિગ્રહમાંથી ત્રણ માણસોએ જાપાનને ઉગાર્યું. તેમાંનો એક નેરબુનાગા “દાઈએ” અથવા તે અમીર હતે. બીજે હિદેશી ખેત હતો અને ત્રીજો તેલુગાવા આયાસુ એક મોટે ઉમરાવ હતું. સોળમી સદીના અંત સુધીમાં આખું જાપાન ફરીથી એકત્ર થઈ ગયું. હિદેશી એ જાપાનના સાથી કુશળ મુત્સદ્દીઓમાં એક છે. પરંતુ તે બહુ જ કદરૂપે હતું એમ કહેવાય છે. તે ઠીંગણે હતું અને તેને ચહેરે ગોરીલાના જે હતે.
તેમણે જાપાનને એક તે કર્યું પરંતુ પછીથી તેમનાં મોટાં લશ્કરેનું શું કરવું એની તેમને સમજ પડી નહિ. આથી બીજા કઈ વ્યવસાયને અભાવે તેમણે કારિયા ઉપર ચડાઈ કરી. પરંતુ બેડા જ વખતમાં તેમને પસ્તાવું પડ્યું. કારિયાવાસીઓએ જાપાનના નૌકાસૈન્યને હરાવ્યું અને કારિયા અને જાપાન વચ્ચેના સમુદ્ર ઉપર તેમણે કાબૂ જમાવ્યું. કાચબાની પીઠ જેવી તથા લેટાના પરાથી મઢેલી છતવાળાં નવીન પ્રકારનાં વહાણોની મદદથી તેઓ આ કાર્ય કરી શક્યા. એથી કરીને એ “ક૭૫ વહાણો 'ના નામથી ઓળખાતાં હતાં. મરજી મુજબ એમને આગળ કે પાછળ સહેલાઈથી હંકારી શકાતાં હતાં અને એ વહાણેએ જાપાનનાં લડાયક જહાજોનો નાશ કર્યો.
ઉપર ગણાવવામાં આવ્યા છે તેમાંના કુગાવા આયાસુ નામના ત્રીજાએ આંતરવિગ્રહમાંથી ભારે લાભ ઉઠાવ્યો હતે. અઢળક દેલત અને લગભગ સાતમા ભાગનું જાપાન તેના હાથમાં આવી પડ્યું. પિતાના તાબાના આ મુલકની મધ્યમાં તેણે દે નામનું શહેર વસાવ્યું. એ જ શહેર પછીથી ટોકિયે થયું. ૧૬૦૩ની સાલમાં આયાસુ શગુન બન્ય અને એ રીતે જાપાનના છેલ્લા શગુનવંશ અથવા શગુનશાહીની શરૂઆત થઈ. એ તેલુગાવા શગુનશાહી તરીકે ઓળખાય છે. ૨૫૦થીયે વધારે વરસ સુધી તેને અમલ ચાલુ રહ્યો.
દરમ્યાન ફિરંગીઓ જાપાનમાં પિતાનો વેપાર નાના પાયા ઉપર ચલાવ્યે જતા હતા. ત્યાં આગળ પચાસ વરસ સુધી તેમને કોઈ પણ યુરોપિયન હરીફ નહોતે. સ્પેનના લેકે ૧૫૯૨ની સાલમાં જાપાન આવ્યા અને વલંદા તથા અંગ્રેજે તે તેમના પછી આવ્યા. સંત