________________
યુરોપ પૂર્વ એશિયાને ઓહિયાં કરવા માંડે છે ૪૫૯ હિંદમાં આવેલું ગાવા એ બધામાં મુખ્ય હતું અને ફિરંગી લાકા હજી પણ ત્યાં છે; અને થાડાં વરસે ઉપર સ્થાપવામાં આવેલા પોર્ટુગાલના પ્રજાતંત્રને તે એક ભાગ છે. અકબરે ક્િર`ગી પાસેથી ગાવા પડાવી લેવાના પ્રયત્ન કર્યાં હતા પરંતુ તેના જેવા સમર્થ બાદશાહ પણ એ કામાં ફાવ્યા નહોતા.
આ રીતે પૂર્વના દેશના તિહાસમાંથી ફિરંગીએ વિદાય થાય છે. એ નાનકડા દેશે બહુ માટે કાળિયા ઉપાડયો હતો. એને ગળી જઈ ને તે હજમ કરી શકે એમ નહોતું અને એમ કરવાના પ્રયત્નમાં જ તે થાકીને લોથપોથ થઈ ગયું. સ્પેન ફિલિપાઈન ટાપુઓમાં ચોંટી રહે છે ખરું પરંતુ પૂના મુલકાની બાબતમાં તે કશું માથું મારતું નથી. પૂર્વના નકાકારક વેપારના કાબૂ હવે ઇંગ્લેંડ કે હાલેંડના હાથમાં જાય છે. એ બંને દેશ વેપારી કંપની સ્થાપીને ચારનાયે એને માટે બહાર પડયા હતા. ઇંગ્લંડમાં લિઝાબેથ રાણીએ ૧૬૦૦ની સાલમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીને વેપારને પરવાને આપ્યા. એ વરસ પછી ડચ લેાકેાની ઇસ્ટ ઇન્ડિયા કંપની સ્થપાઈ. આ બંને ક ંપનીઓ કેવળ વેપારને અર્થે જ સ્થપાઈ હતી. એ ખાનગી ક ંપનીઓ હતી પરંતુ ઘણી વાર તેમને રાજ્ય તરફથી મદદ મળતી. તેમને ખાસ કરીને મલેશિયાના તેજાનાના વેપારમાં રસ હતો. એ સમયે હિંદુસ્તાન મેાગલ સમ્રાટના અમલ નીચે એક બળવાન દેશ હતા અને તેના રાષ વહેારવામાં કાઈની સલામતી નહોતી.
ડચ અને અંગ્રેજો વચ્ચે માંહેામાંહે ઘણી વાર તકરારો થતી. અગ્રેજો આખરે પૂર્વના ટાપુઓમાંથી ખસી ગયા અને હિંદુ ઉપર તેમણે વધારે લક્ષ આપવા માંડયુ. એ સમયે મહાન મેાગલ સામ્રાજ્ય નબળુ પડતું જતું હતું એટલે વિદેશી સાહસિકાને સારા માર્કા મળી ગયા. ઇંગ્લેંડ અને ક્રાંસમાંથી આવા સાહસિકા કેવી રીતે અહીં આવ્યા અને કૂડકપટ તથા લડાઈથી આ છિન્નભિન્ન થઈ જતા સામ્રાજ્યના ટુકડા પચાવી પાડવા પ્રયાસ કરવા લાગ્યા એ આપણે આગળ ઉપર જોઈશું.