________________
૮
પશ્ચિમ એશિયાનાં સામ્રાજ્યો
૧૩ જાન્યુઆરી, ૧૯૩૧ કાલે તમારાં બધાંની મુલાકાત થઈ એ સારુ થયું. પરંતુ દાદુને જોઈ ને તો હું સડક થઈ ગયો. તે મને ધણા અશક્ત અને બીમાર જણાયા. એમની બરાબર સંભાળ રાખજો અને એમને કરી પાછા સશક્ત અને નીરે બનાવજો. ટૂંકી મુલાકાતમાં માણસ વાત પણ શી કરી શકે? આ પા લખીને મુલાકાત અને વાતચીતની ઊણપને પૂરી કરવા હું કાશિશ કરું છું. પણ પત્રા મુલાકાત કે વાતચીતની નહિ જેવી જ ગરજ સારી શકે - અને એ રીતે કંઈ લાંબા વખત સુધી મન મનાવી શકાતું નથી ! છતાંયે કાઈક વાર મન મનાવવાની રમત પણ ઠીક થઈ પડે છે.
-
"
C
ચાલે, આપણે પાછાં પ્રાચીન કાળમાં પહોંચી જઈએ, છેલ્લાં આપણે પ્રાચીન ગ્રીક લોકેાતી વાત કરતાં હતાં. એ અરસામાં બીજા દેશેાની શી સ્થિતિ હતી? યુરોપના બીજા દેશ વિષે આપણે બહુ તકલીફ્ લેવાની જરૂર નથી. તેમને વિષે આપણને, અથવા કહા કે મને, જાણવા જેવી બહુ માહિતી નથી. ધણુંખરુ, એ સમયે યુરોપના ઉત્તરના પ્રદેશાની આપ્યાહવા બદલાતી જતી હતી અને પરિણામે ત્યાં ખચીત નવી પરિસ્થિતિ ઉપસ્થિત થઈ હોવી જોઈએ. તને કદાચ યાદ હશે કે ઘણા ઘણા લાંબા સમય પહેલાં ઉત્તર યુરોપ અને ઉત્તર એશિયાના પ્રદેશામાં અતિશય ઠંડી પડતી હતી. એ સમય · હિમયુગ ’ કહેવાતા. તે કાળમાં છેક મધ્ય યુરોપ સુધી મોટી મોટી હિમનદીઓ વહેતી હતી. ઘણું કરીને એ સમયે ત્યાં આગળ મનુષ્યની હસ્તી નહાતી. પણ કદાચ તેની હસ્તી હોય તોપણ તે માણસ કરતાં જનાવરને વધારે મળતો હશે. તને નવાઈ લાગશે કે, એ સમયે ત્યાં હિમનદીઓ હતી એ આજે આપણે કેવી રીતે કહી શકીએ છીએ. અલબત્ત, કાઈ પુસ્તકમાં તા એ વિષે નોંધ ન જ હાઈ શકે. કારણકે તે સમયે પુસ્તકા કે પુસ્તકના લેખા હતા જ નહિ. પણ હું ધારું છું કે કુદરતરૂપી પુસ્તકને તે તું નહિ જ ભૂલી ગઈ હાય. તેનાં ખડકા અને