________________
૪૫૬
જગતના ઇતિહાસનું રેખાદર્શન
શોધમાં આગળ નીકળી ગયા કેમકે સ્પેનવાસી પૂર્વ તરફના માર્ગ શોધતાં રસ્તામાં અમેરિકામાં ધંધે લાગી ગયા, અને એ ધંધે તેમને બહુ નફાકારક થઈ પડ્યો.
કેપ ઑફ ગુડ હોપ થઈ તે વાસ્કા ડી-ગામા હિંદ પહોંચ્યા ત્યાર પછી થોડા જ વખતમાં ઘણાં ફિરંગી વહાણા એ જ માગે નીકળી પડ્યાં અને પૂર્વ તરફ આગળ વધ્યાં. એ સમયે તેજાનાના તથા ઇતર વસ્તુના વેપારનો કાબૂ નવા ઊભા થયેલા મલાકાના સામ્રાજ્યના હાથમાં હતા. એથી કરીને ફિરંગી ઘેાડા જ વખતમાં એ સામ્રાજ્ય તથા આરબ લોકો જોડે અથડામણમાં આવ્યા. તેમના હાકેમ અલ્બુક ૧૫૧૧ની સાલમાં મલાક્કા સર કર્યું અને મુસલમાનાના વેપારના અંત આણ્યો. હવે યુરેપ સાથેના વેપારને કામૂ ફિરંગીઓના હાથમાં આવ્યો અને તેમનું યુરોપનું પાટનગર લિસ્બન તેજાના તથા પૂના દેશાની ખીજી ચીજો યુરેપના જુદા જુદા ભાગેામાં પહોંચાડનારુ મેટું વેપારી મથક બની ગયું.
અલ્બુકર્ક આરબ લોકાનો કડક અને ક્રૂર શત્રુ હતો, છતાંયે પૂર્વ તરફના ખીજા વેપારી લેાકેા પ્રત્યે તેણે મિત્રતાભર્યું વલણ રાખવા પ્રયાસ કર્યો, એ હકીકત ધ્યાનમાં રાખવાલાયક છે. ખાસ કરીને તેના સંસર્ગમાં આવનારા બધા ચીની લોકો પ્રત્યે તેણે અત્યંત વિનયી વર્તાવ રાખ્યા હતા. એને લીધે ફિરંગીઓ વિષે ચીનમાં બહુ જ સારે અભિપ્રાય પ્રચલિત થયા. પૂર્વ તરફના વેપારમાં આનું પ્રભુત્વ હતું તેથી કરીને કદાચ તેમની સામે દુશ્મનાવટ બંધાઈ હોય એ બનવાજોગ છે.
દરમ્યાન તેજાનાના ટાપુઓની શોધ તો ચાલુ જ રહી હતી અને પાછળથી પ્રશાન્ત મહાસાગર પાર કરીને દુનિયાની પ્રદક્ષિણા કરનાર મૅગેલન, મલાકા ટાપુએ! શોધી કાઢનાર કાલાનો એક ખલાસી હતો. ૬૦ કરતાં પણ વધારે વરસો સુધી યુરોપ સાથેના તેમના તેજાનાના વેપારમાં ક્િર’ગીઓને કાઈ પણ હરીફ નહોતો. ત્યાર પછી ૧૫૬પની સાલમાં સ્પેને ફિલિપાઈન ટાપુના કબજે લીધા અને એ રીતે પૂર્વ તરફના મહાસાગરમાં યુરોપની ખીજી સત્તાએ પ્રવેશ કર્યાં. પરંતુ સ્પેનવાસીઓને કારણે ફિરંગીઓના વેપારમાં ઝાઝો ફેર ન પડ્યો કેમકે તેઓ વેપારી પ્રજા નહાતા. તેમણે તે પૂર્વ દેશામાં નિકા તથા ધર્માંપદેશકા માકલ્યા. આ સમયે તેજાનાના વેપારના ઇજારા પેટુ ગાલના હાથમાં એટલી હદ સુધી આવી ગયા હતા કે ઈરાન તથા મીસરને પણ