________________
મલેશિયાનાં બે સામ્રાજ્ય છતાયે જાવા ટાપુના નાનકડા રાયે આવું સાહસ કરવાની હામ ભીડી. પરંતુ જાવાના નસીબના જોરે મંગોલ લેકે હવે સારી પેઠે શાન્ત પડ્યા હતા અને મુલક જીતવાની તેમને ઈચ્છા રહી નહોતી. વળી, નૌકાયુદ્ધ પણ તેમને બહુ પસંદ નહતું. જમીન ઉપર જ તેઓ બળવાન હતા. એમ છતાં પણ અપરાધી રાજાને શિક્ષા કરવા માટે કુખ્તાઈએ પિતાનું સન્મ મેકવ્યું. ચીનના લશ્કરે જાવાના લશ્કરને હરાવ્યું અને રાજાને મારી નાંખે. પરંતુ તેમણે બીજું વધારે નુકસાન કર્યું હોય એમ જણાતું નથી. ચીનની અસરને લીધે મંગલ લેકો કેટલા બધા બદલાઈ ગયા હતા!
પરંતુ ચીનની આ ચડાઈ જાવાના રાજ્યને અથવા તે મજ્જાપહિતના સામ્રાજ્યને – હવે આપણે એને એ જ નામથી ઓળખીશું – વધુ બળવાન બનાવનાર નીવડી હોય એમ જણાય છે. એનું કારણ એ છે કે ચીનાઓએ જાવામાં બંદૂક વગેરે દારુણ હથિયારે દાખલ કર્યા અને ઘણુંખરું આ દારુણ હથિયારનો ઉપયોગ કરવાને લીધે જ હવે પછીનાં યુદ્ધોમાં મજાપહિતને જીત મળી.
મજ્જાપહિતનું સામ્રાજ્ય વિસ્તરતું જ ગયું. એ અચાનક રીતે કે ગમે તેમ વધ્યું નહોતું. એ વિસ્તાર રાજ્ય સંસ્થાએ સામ્રાજ્યવાદી દષ્ટિથી વિચારપૂર્વક જે હતો અને તેના સૈન્ય તથા નૌકાકાફલાએ તે પાર પાડ્યો હતો. તેના વિસ્તારના આ યુગના થડાક સમયમાં સંહિતા નામની એક રાણી ત્યાં રાજ્ય કરતી હતી. તે સમયનું રાજ્યતંત્ર અતિશય કેન્દ્રસ્થ અને કાર્યદક્ષ હોય એમ જણાય છે. પાશ્ચાત્ય ઇતિહાસકારે જણાવે છે કે ત્યાંની કરવેરાની, જકાતની તથા આંતરિક મહેસૂલની પદ્ધતિ ઉત્તમ પ્રકારની હતી. રાજ્યતંત્રમાં સંસ્થાન ખાતું, વેપાર ખાતું, જાહેરસુખાકારી ખાતું, સાર્વજનિક સ્વાર્થ ખાતું, આંતરિક કાયદે અને વ્યવસ્થાનું ખાતું તથા યુદ્ધ ખાતું એમ જુદાં જુદાં ખાતાંઓ હતાં. સાત ન્યાયાધીશ અને બે અધ્યક્ષની બનેલી એક વડી અદાલત પણ હતી. બ્રાહ્મણ પુરોહિતેના હાથમાં સારી પેઠે સત્તા હોય એમ જણાય છે. પરંતુ રાજાને તેમના ઉપર કાબૂ હતો એમ લાગે છે.
આ બધાં ખાતાંઓ અને ખાસ કરીને તેમનામાંનાં કેટલાંકનાં નામો આપણને અર્થશાસ્ત્રનું સ્મરણ કરાવે છે. પરંતુ સંસ્થાનોનું ખાતું એ અહીંનું નવીન ખાતું છે. રાજ્યની અંતર્ગત બાબતોને વહીવટ કરનાર એટલે કે કાયદો અને વ્યવસ્થાના ખાતાના પ્રધાન મંત્રી કહેવાતે એ