________________
| ૭૮ મલેશિયાનાં બે સામ્રાજયો– મજજાપહિત અને મલાક્કા
૧૭ જુલાઈ, ૧૯૩૨ મલેશિયા અને પૂર્વ તરફના ટાપુઓને આપણે કંઈક વિસારે પાડ્યાં છે અને તેમને વિષે મેં લખ્યાને ઘણે વખત થઈ ગયું. પાછળ જોતાં મને માલૂમ પડયું કે ૪૬મા પત્રમાં મેં તેમને વિષે છેલ્લું લખ્યું છે. એ પછી તે બીજા ૩૧ પત્ર લખાયા અને હવે તે સંખ્યા ૭૮ સુધી પહોંચી છે. બધા દેશને સમયની દૃષ્ટિથી એક જ હરોળમાં રાખવાનું કામ મુશ્કેલ છે.
આજથી બરાબર બે મહિના ઉપર મેં તને લખેલું તેમાંનું થોડું ઘણું તને યાદ છે ખરું? કંબોડિયા, અંગકર, સુમાત્રા અને શ્રીવિજય તને યાદ છે ખરાં? સૈકાઓના વિકાસ પછી હિંદીચીનની હિંદી વસાહતોમાંથી એક મેટું રાજ્ય ઉદ્ભવ્યું તે કંબોડિયાના સામ્રાજ્યનું તેને સ્મરણ છે? અને પછી કુદરત તેના ઉપર રૂડી અને અચાનક તે સામ્રાજ્ય તથા શહેરને ક્રૂરતાથી તેણે અંત આણે. આ ઘટના ૧૦૦૦ની સાલના અરસામાં બની હતી.
લગભગ આ કંબોડિયાના સાબ્રાજ્યના સમયમાં સમુદ્રની પેલી પાર આવેલા સુમાત્રા ટાપુમાં બીજું એક મહાન રાજ્ય ઉદ્દભવ્યું હતું. પરંતુ શ્રીવિજયની સામ્રાજ્ય તરીકેની કારકિર્દીને આરંભ કંઈક પાછળથી થયે અને તે કંબોડિયાના નાશ પછી પણ ટકી રહ્યું. એને અંત પણ કંઈક અચાનક જ આવ્યા પરંતુ તે લાવવામાં કુદરત નહિ પણ માણસ કારણભૂત બન્યો. શ્રીવિજયનું દ્ધ સામ્રાજ્ય ત્રણ વરસ સુધી જાહેજલાલીમાં રહ્યું. પૂર્વના લગભગ બધા જ ટાપુઓ તેના તાબામાં હતા અને છેડા વખત સુધી તે તેણે હિંદુસ્તાન, સિલેન અને ચીનમાં પણુ પગદંડો જમાવ્યો હતો. તે વણિક સામ્રાજ્ય હતું અને વેપાર એ તેને પ્રધાન વ્યવસાય હતે. પરંતુ પછીથી પાસેના જાવા ટાપુના પૂર્વ