________________
વિજયનગર
૪૪ બનાવવામાં આવ્યું હતું કે એનાથી વધારે સારું થઈ શકે જ નહિ. એ બધું એટલું બધું સમૃદ્ધ અને રમણીય છે કે બીજે કઈ પણ ઠેકાણે તમને એનો જોટે નહિ જડે.”
પાબેઝ તેણે એ શહેરની મુલાકાત લીધી તે સમયના વિજયનગરના રાજાનું પણ વર્ણન કરે છે. દક્ષિણ હિંદના ઈતિહાસના મહાન રાજાઓમાંનો તે એક હતા અને એક વીર દ્ધા, સાહિત્યનાં આશ્રયદાતા, તથા જોકપ્રિય અને ઉદાર રાજા તરીકેની તથા પિતાના શત્રુઓ પ્રત્યેના તેના ઔદાર્ય માટેની તેની કીર્તિ દક્ષિણ હિંદમાં આજે પણ ટકી રહી છે. તેનું નામ કૃષ્ણદેવ રાય હતું. તેણે ૧૫૦૯થી ૧૫૨૯ત્ની સાલ સુધી વશ વર્ષ રાજ્ય કર્યું હતું. પાએઝ તેની ઊંચાઈ તેની આકૃતિ અને તેના વર્ણ વિષે પણ ખ્યાન કરે છે. તે કહે છે કે, તે ગૌરવર્ણને હતે. “સૈ કઈ તેનાથી ડરતા રહે છે અને રાજાને માટે શક્ય હોય એટલે પૂર્ણ રાજા તે છે. તે અતિશય ખુશમિજાજ અને હસમુખો છે. વિદેશીઓનું તે સન્માન કરે છે અને તેમને હેતથી આવકાર આપે છે તથા તેમની હાલત અને વ્યવહાર વિષે પૂછપરછ કરે છે.” તે રાજાના અનેક બિરોનું વર્ણન કર્યા પછી તે ઉમેરે છે કે, “પણ સાચે જ, હરેક બાબતમાં તે એટલે નિપુણ અને સંપૂર્ણ છે કે, એની પાસે જે કંઈ છે તે તેના જેવા માણસ માટે કશી વિસાતમાં નથી.'
ખરેખર, આ બહુ ભારે પ્રશંસા છે. એ સમયે વિજયનગરનું સામ્રાજ્ય ઠેઠ દક્ષિણ અને પૂર્વ કિનારા સુધી બધે વિસ્તર્યું હતું. એમાં મસૂર, ત્રાવણકર અને આજના આખા મદ્રાસ ઇલાકાને સમાવેશ થતો હતો.
આ ઉપરાંત બીજી પણ એક વાત તને કહેવી જોઈએ. ૧૪૦૦ ની સાલના અરસામાં શહેરમાં ચોખ્ખું પાણી લાવવા માટે એક મેટી . નહેર બાંધવામાં આવી હતી. એક નદીમાં બંધ બાંધીને તેના પાણીને એક ઠેકાણે સંગ્રહ કરવામાં આવ્યું હતું. એમાંથી પંદર માઈલ લાંબી નહેર વાટે શહેરમાં પાણી જતું હતું. ઘણી જગ્યાએ એ નહેર પથ્થરમાંથી કોતરી કાઢવામાં આવી હતી.
આવું આ વિજયનગર શહેર હતું. તે પિતાની ધનસંપત્તિ અને સાંદર્ય માટે મગરૂર હતું. વળી પિતાની તાકાત ઉપર તેનો વધારે પડતા મદાર હતે. એ શહેર તથા સામ્રાજ્યનો અંત આટલે નજીક છે એને કોઈને સ્વને પણ ખ્યાલ નહોતો. પાએઝની મુલાકાત બાદ માત્ર ૪૩ વરસ પછી તેના ઉપર આફતનાં વાદળ એકાએક ઘેરાયાં.