________________
७७
વિજયનગર
૧૫ જુલાઈ, ૧૯૬૨
દક્ષિણનાં જે રાજ્યાની આપણે વાત કરી ગયાં તેમાં વિજયનગરની કારકિર્દી સાથી લાંખી છે. વળી એની બાબતમાં બન્યું પણ એવું કે ઘણા વિદેશી પ્રવાસીઓ ત્યાં આવ્યા હતા અને તેએ એ રાજ્ય તથા શહેરના હેવાલ પોતાની પાછળ મૂકતા ગયા છે. નિકાલે કાન્તી નામને એક ઇટાલિયન ૧૪૨૦ની સાલમાં આવ્યા હતા, ૧૪૪૯ની સાલમાં હેરાતના અબ્દુર્ રઝાક મધ્ય એશિયાના મહાન ખાનના દરખારમાંથી આવ્યો હતો. તથા પાએઝ નામનેા ફિરગી પ્રવાસી ૧૫૨૨ની સાલમાં એ શહેરમાં આવ્યો હતો. આ ઉપરાંત બીજા ઘણા પ્રવાસીએ એ શહેરની મુલાકાત લીધી હતી. વળી એક હિંદુસ્તાનમાં લખાયેલા ઇતિહાસ પણ છે જેમાં દક્ષિણનાં રાજ્યોને અને ખાસ કરીને બિજાપુરને હેવાલ છે. જે સમયની આપણે વાત કરી રહ્યાં છીએ તે પછી થાડા જ વખત બાદ અકબરના અમલમાં ક્રીસ્તાએ ફારસી ભાષામાં એ પુસ્તક લખ્યું હતું. તત્કાલીન ઇતિહાસગ્રંથ સામાન્ય રીતે એકપક્ષી અને અતિશયોક્તિભર્યા હોય છે, પરંતુ એક રીતે તે બહુ ઉપયોગી છે. કાશ્મીરની રાજતર ંગિણીના એક અપવાદ સિવાય મુસ્લિમ કાળ પહેલાંના સમયના આવા કાઈ પણ ગ્રંથા ઉપલબ્ધ નથી. આ રીતે કરીસ્તાને ઇતિહાસ એ ભારે નવીનતા ગણાય. એની પછી બીજાએએ પણ તેનું અનુકરણ કર્યું હતું.
વિજયનગરમાં આવેલા વિદેશી પ્રવાસીઓનાં વર્ણન આપણી આગળ તે શહેરના નિષ્પક્ષ અને સારે। ચિતાર રજૂ કરે છે. તે સમયે વારંવાર થતાં ગોઝારાં યુદ્દોનાં વર્ણન કરતાં એમાંથી આપણને ઘણું વધારે જાણવાનું મળે છે. એથી કરીને એ લોકાએ શું કહ્યું છે તે વિષે જ હું તને થાડુ કહીશ.
વિજયનગરની ૧૩૩૬ની સાલના અરસામાં સ્થાપના થઈ હતી. તે દક્ષિણ હિંદના કર્ણાટક નામના પ્રદેશમાં આવેલું હતું. તે હિંદુ રાજ્ય