________________
હિંદના એક વિકટ પ્રશ્નને ઉકેલ ૪૩ સામાજિક સ્વતંત્રતાના પ્રશ્નો ભુલાઈ ગયા અને જે સમયે યુરોપ જુદી જુદી અનેક દિશાઓમાં પ્રગતિ કરી રહ્યું હતું ત્યારે હિંદ અપ્રગતિશીલ અને સુસ્ત બન્યું અને પરિણામે તે પાછળ પડી ગયું.
તને આગળ કહી ગયો છું કે, રસાયણવિદ્યા, રંગોની બનાવટ તથા પિલાદ બનાવવાની બાબતમાં તેણે કરેલી પ્રગતિને લીધે તથા બીજા અનેક કારણોસર હિંદુસ્તાન એક સમયે પરદેશનાં બજારે ઉપર કાબૂ ધરાવતું હતું. તેનાં વહાણે દૂર દૂરના દેશ સુધી તેને માલ વહી જતાં હતાં. જે સમયની આપણે વાત કરી રહ્યાં છીએ તે પહેલાં ઘણું વખતથી હિંદ આ કાબૂ ગુમાવ્યું હતું. સોળમી સદીમાં એ પ્રવાહ પૂર્વ તરફ પાછા વહેવા લાગ્યું. આરંભમાં તે તે નાનકડું ઝરણું હતું. પણ ધીરે ધીરે વધીને આગળ ઉપર તે પ્રચંડ પ્રવાહનું સ્વરૂપ ધારણ કરનાર હૂતું.