________________
દરિયાઈ માર્ગોની શોધ
૪૧૭ આવ્યો હતો એટલે હવે પશ્ચિમ તરફના માર્ગે અમેરિકા થઈને ત્યાં જવા માગતું હતું. કોલંબસે જે મુલક શોધી કાઢ્યો હતે તે એશિયા નથી એવી એને ઘણું કરીને ખબર હોવી જોઈએ. વળી ૧૫૧૩ની સાલમાં બાબઆ નામને એક પેનવાસી મધ્ય અમેરિકાના પનામાના પર્વત ઓળંગી પ્રશાંત મહાસાગરમાં પહોંચ્યો હતો. કોણ જાણે શા. કારણે તેણે એને દક્ષિણ સમુદ્ર (સાઉથ સી) એવું નામ આપ્યું અને તેના કાંઠા ઉપર ઊભા રહીને એ ન સમુદ્ર તથા તેને લગતે બધે મુલક પિતાના સ્વામીને એટલે કે સ્પેનના રાજાની માલકીને છે એવો દાવો કર્યો.
૧૫૧ની સાલમાં મૅગેલન પિતાની પશ્ચિમ તરફની સફરે નીકળી પડ્યો. પશ્ચિમ તરફની સફરમાં એ સૌથી ભારે સફર નીવડવાની હતી. તેની પાસે પાંચ વહાણો અને ર૭૦ માણસે હતા. આટલાંટિક મહાસાગર વીંધીને તે દક્ષિણ અમેરિકા પહોંચ્યો અને ત્યાંથી તે ખંડની છેક દક્ષિણની અણીએ પહોંચતાં સુધી તેણે દક્ષિણ તરફ જ પિતાની સફર ચાલુ રાખી. માર્ગમાં તેનું એક વહાણ ભાંગીને નાશ પામ્યું અને બીજું - એક તેને છોડી ગયું. હવે તેની પાસે ત્રણ વહાણ રહ્યાં હતાં. આ ત્રણ વહાણ સાથે દક્ષિણ અમેરિકા ખંડ અને એક ટાપુ વચ્ચેની સાંકડી સામુદ્રધુની પાર કરીને તે ખંડની બીજી બાજુને સ્પર્શતા વિશાળ સાગરમાં તેણે પ્રવેશ કર્યો. આ પ્રશાંત મહાસાગર હતું. આટલાંટિક મહાસાગરને મુકાબલે એ બહુ શાંત મહાસાગર હતો તેથી મેગેલને તેને પેસિફિક ઓશન એટલે કે પ્રશાંત મહાસાગર એવું નામ આપ્યું. પ્રશાંત મહાસાગરમાં પહોંચતાં તેને ચાર માસ લાગ્યા. તેણે ઓળંગેલી સામુદ્રધૃની તેના નામ ઉપરથી આજે પણ મૅગેલનની સામુદ્રધૃની તરીકે ઓળખાય છે.
પછી મેંગેલને બહાદુરીપૂર્વક ઉત્તર તરફ અને ત્યાર બાદ અજ્ઞાત સમુદ્રમાં વાયવ્ય ખૂણામાં પિતાની સફર ચાલુ રાખી. તેની સફરનો આ સૈથી ભયંકર ભાગ હતો. એ સફર આટલી બધી લાંબી નીવડશે એવી કઈને કલ્પના સરખી પણ નહોતી. લગભગ ચાર માસ સુધી અને વધારે ચોકકસ રીતે કહેવું હોય તે ૧૦૮ દિવસ સુધી તેઓ મહાસાગરની વચ્ચે રહ્યા. તેમને ખાવાપીવાના પણ સાંસા હતા. આખરે ભારે હાડમારી વેઠવ્યા પછી તેઓ ફિલિપાઈન ટાપુઓ આગળ આવી પહોંચ્યા. ત્યાં આગળના લેકેએ તેમના તરફ મિત્રતાભર્યું વલણ દાખવ્યું અને તેમને ખોરાક વગેરે આપ્યું તથા તેમણે પરસ્પર એકબીજાને ભેટસેરાત પણ આપી. પરંતુ સ્પેનવાસીઓ વઢકણ અને મિજાજી હતા. s-૨૭