________________
જગતના ઇતિહાસનું' રેખાદર્શન
વિચારતા થયા હતા. બીજા કેટલાક આફ્રિકાની તે કરીને હિંદુ પહોંચવાનું વિચારતા હતા. તારે ધ્યાનમાં રાખવું જોઈએ કે તે સમયે સુએઝની નહેર નહેાતી અને ભૂમધ્ય સમુદ્રમાં થઈ તે વહાણા રાતા સમુદ્રમાં જઈં શકતાં નહોતાં. ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્ર વચ્ચે માલ તથા સામાન ધણુંખરું ઊંટ પર લાદીને જમીન માર્ગે માકલવામાં આવતા અને ત્યાંથી તે ખીજી બાજુનાં નવાં વહાણો ઉપર ચડાવવામાં આવતા. આમ માલની ફેરબદલી કરવી એ કદીયે સગવડભયું નહોતું લેખાતું. મીસર અને સીરિયા તુર્કાના અંજામાં આવતાં આ મા એથીયે વિશેષ કપરી બન્યા.
૧૪
પરંતુ હિંદુસ્તાનના દોલતનું આકર્ષણ લેકાને લલચાવતું અને ઉત્તેજિત કરતું જ રહ્યું. સ્પેન તથા પોર્ટુગાલે નવા નવા મુલકો શેાધી કાઢવાની સફરીમાં પહેલ કરી. એ સમયે સ્પેન ગ્રેનેડામાંથી રઘાસહ્યા મૂર અથવા તે મેરેસન લોકાને હાંકી કાઢવામાં રેકાયું હતું. ઍરેગાનના ફર્ડનાંડ તથા કૅસ્ટાઈલની ઇઝાયેલાના લગ્નથી ખ્રિસ્તી સ્પેન એકત્ર થયું અને કૉન્સ્ટાન્ટને પલતે તુર્કાએ કબજો લીધો ત્યાર પછી લગભગ પચાસ વરસ બાદ ૧૪૯૨ની સાલમાં ગ્રેનેડા પણ આરોના હાથમાંથી ગયું. સ્પેન તરત જ યુરોપનું મહાન ખ્રિસ્તી રાજ્ય બન્યું.
પોર્ટુગીઝ યા ફિરંગી લાકાએ પૂર્વ તરફ અને સ્પેનના લકાએ પશ્ચિમ તરફ જવાના પ્રયત્ન કર્યાં. ૧૪૪૫ની સાલમાં ફિર`ગીએ વડેની ભૂશિર શેાધીને એ દિશામાં પ્રથમ ભારે પ્રતિ સાધી. આ ભૂશિર આફ્રિકાના છેક પશ્ચિમના છેડે છે, તુ આફ્રિકાના નકશા જોશે તો તને જણાશે કે યુરોપથી આ ભૂશિર તરફ સફર કરતા માણસને નૈઋત્ય ખૂણા તરફ વહાણુ હંકારવું પડે છે. વડેની ભૂશિરની અણીની ફરતે ફરીને તે અગ્નિ ખૂણા તરફ જવા લાગે છે. આ ભૂશિરની શોધ એ ભારે આશાજનક ચિહ્ન હતું કારણકે એને લીધે લેાકાને વિશ્વાસ બેઠો કે આફ્રિકાની કતે કરીને તેઓ હિંદુ તરફ જઈ શકશે.
આમ છતાં પણ આફ્રિકાની પ્રદક્ષિણા બરાબર થઈ તે પહેલાં ચાલીસ વરસાવહી ગયાં. ૧૪૮૬ની સાલમાં બીજો એક ફિર ગી બાલેિમિયુ ડિયાઝ આફ્રિકાની છેક દક્ષિણની અણી જે હાલ ‘કેપ ઑફ ગુડ હોપ”ના નામથી એકળખાય છે ત્યાં સુધી પહોંચ્યો. થાડાં વરસો પછી વાસ્કો-ડી-ગામા નામના બીજો એક ફિરંગી. આ શેાધને