________________
મધ્યયુગના અંત
૪૧૧
જકડી રાખતી શૃંખલા પ્રત્યે ભારે માનસિક વિરોધ ફાટી નીકળ્યા. પ્રાચીન ગ્રીકામાં હતા તેવા સૌ માટેના પ્રેમ જાગ્રત થયા. યુરોપ ચિત્રકળા; શિલ્પ અને સ્થાપત્યની રમ્ય કૃતિઓથી ખીલી ઊઠયું.
અલબત, આ બધું કેવળ કૉન્સ્ટાન્ટિનેપલના પતનથી એકાએક ઉદ્ભવ્યું નહેાતું. એમ માનવું એ તે નરી મૂર્ખાઇ છે. એ શહેરને તુર્કાએ કબજો લીધા એથી કરીને આ પરિવર્તનને થાડા વેગ મળ્યો એ ખરુ; કેમકે એને પરિણામે સ ંખ્યાબંધ પંડિતો અને વિદ્વાનો એ શહેર તજીને પશ્ચિમ તરફ ગયા. જે સમયે પશ્ચિમ યુરોપ તેની કદર કરવાની માનસિક દશામાં હતું ત્યારે તેઓ ઇટાલીમાં પોતાની સાથે મોક સાહિત્યના ખજાને લેતા આવ્યા. આ રીતે એ શહેરના પતને પુનર્જાગ્રતિ અથવા નવનને યુગ શરૂ કરવામાં કઈક ફાળા આપ્યા.
પરંતુ એ મહાન પરિવર્તન માટે તો એ માત્ર નજીવું કારણ હતું. પ્રાચીન ગ્રીક સાહિત્ય તથા ક્લિસૂરી એ ઇટાલી કે મધ્યયુગીન પશ્ચિમ યુરોપ માટે નવીન વસ્તુ નહોતી. એ સમયે પણ વિદ્યાપીઠેામાં એના અભ્યાસ થતો હતો અને વિદ્વાને એનાથી પરિચિત હતા. પરંતુ એને પરિચય જાજ માસામાં જ પિરમિત હતા અને તે સમયની પ્રચલિત જીવનષ્ટિ સાથે તેને મેળ ખાતા નહાતા, એટલે તેને ફેલાવે થયે નહિ. લેાકેાના માનસમાં સંશયને સંચાર થતાં ધીમે ધીમે નવીન વનદૃષ્ટિ માટેની ભૂમિકા તૈયાર થઈ. પ્રચલિત વસ્તુસ્થિતિથી તે અસ ંતુષ્ટ બન્યા હતા અને તેમને વધારે સતષ અને સમાધાન આપે એવી વસ્તુ માટે તેઓ ખેાજ ચલાવી રહ્યા હતા. જ્યારે તે સ ંશય અને અપેક્ષાની આ માનસિક અવસ્થામાં હતા ત્યારે ગ્રીસનું પ્રાચીન ‘પૅગન’ તત્ત્વજ્ઞાન તેમને હાથ લાગ્યું અને ગ્રીસના સાહિત્યનું પણ તેમણે આ પાન કર્યું. આથી તેઓ જે શાધતા હતા તે જ વસ્તુ તેમને લાધી ગઈ એમ તેમને લાગ્યું અને એ શેાધે તેમને ઉત્સાહથી ભરી દીધા.
આ પુનર્જાગ્રતિ યા નવજીવનને પ્રથમ આરંભ ઇટાલીમાં થયા. પછી તે ક્રાંસ, ઈંગ્લેંડ અને અન્યત્ર પ્રસરી. આ કેવળ ગ્રીક તત્ત્વજ્ઞાન કે સાહિત્યની પુનઃપ્રપ્તિ જ નહોતી. એ તો એના કરતાં અનેકગણી માટી અને વ્યાપક વસ્તુ હતી. એ તો ધણા લાંબા સમયથી યુરોપમાં ચાલી રહેલી આંતરિક પ્રક્રિયાને આવિષ્કાર માત્ર હતો. આ મંથનમાંથી અનેક વસ્તુ ઉદ્ભવવાની હતી. પુનર્જાગ્રતિ અથવા નવજીવનન
સંચાર એ તેમાંની એક હતી.