________________
↑
જગતના ઇતિહાસનું રેખાદર્શોન
હતી તે સત્તાને વશ રહેવાના જૂના ખ્યાલ શિથિલ થતા જતા હતા. એથી કિસાનો વારંવાર ખંડ કરવા લાગ્યા. પરંતુ તે કમજોર અને અસંગઠિત હતા એટલે તેમને દબાવી દેવામાં આવતા. પણ થોડા વખત પછી તે વળી પાછા સામે થતા.
ઇંગ્લેંડ અને ફ્રાંસ વચ્ચે સતત લડાઈ ચાલ્યાં જ કરતી હતી. ૧૪મી સદીના આરંભથી માંડીને ૧૫મી સદીના વચગાળા સુધી તેમની વચ્ચે વિગ્રહ ચાલુ રહ્યો હતા. એ ‘સો વરસનો વિગ્રહ 'ના નામથી ઓળખાય છે. ફ્રાંસની પૂર્વમાં બંડી આવેલું હતું. એ બળવાન રાજ્ય હતું. એના ઉપર ફ્રાંસના રાજાનું નામનું સર્વોપરીપણું હતું. બગડી ભારે તોફાની અને તકલીફ્ આપનાર ખંડિયું રાજ્ય હતું. વળી ઇંગ્લેંડ એની સાથે તથા ખીજા રાજ્યો સાથે ફ્રાંસ વિરુદ્ધ કાવાદાવા કરતું હતું. થોડા વખત માટે તે! ફ્રાંસને બધી બાજુએથી ઘેરી લેવામાં આવ્યું હતું. પશ્ચિમ ફ્રાંસના ઘણાખરા પ્રદેશ લાંબા વખત સુધી ઇંગ્લેંડના તાબામાં હતા, અને ઇંગ્લંડનો રાજા પોતાને ક્રાંસના રા૧ કહેવડાવવા લાગ્યો હતા. જ્યારે ક્રાંસની દશા અતિશય દીન બની ગઈ અને તેને માટે જરાયે આસાનું ચિહ્ન દેખાતું ન હતું તે ઘડીએ એક ખેડૂતકન્યાના રૂપમાં આશા અને વિજય પ્રાપ્ત થયાં. તું જોન એફ આર્ક અથવા તા
લે આની કુમારિકા વિષે થોડું તે જાણે છે. તે તારે મન એક વિભૂતિ સમાન છે. તેણે હતાશ થઈ ગયેલી પોતાની પ્રજામાં આત્મવિશ્વાસના સંચાર કર્યાં અને તેને ભારે પુરુષાર્થ કરવાને પ્રેરી; તથા તેની સરદારી નીચે ફ્રેંચ પ્રજાએ અ ંગ્રેજોને પોતાના દેશમાંથી હાંકી કાઢયા. પરંતુ આ બધાને બદલા તેને આ મળ્યો : સ્ક્વિઝિશન સમક્ષ તેને મુકદ્મા ચલાવવામાં આવ્યો અને એ અદાલતે તેને બાળી મૂકવાની સજા ફરમાવી. અંગ્રેજ લોકાએ તેને પકડી લીધી અને ચ પાસે તેમણે તેને શિક્ષા કરાવી અને રૂએન શહેરના ચૌટાના ચેકમાં ૧૪૩૦ની સાલમાં તેમણે તેને બાળી મૂકી. ઘણાં વરસો પછી રામન ચર્ચે પોતાના આ ફેસલા ફેરવી પોતે કરેલી ભૂલ સુધારવાનો પ્રયાસ કર્યાં; અને એ પછી ઘણા સમય બાદ તેણે તેને ‘સત ’ની પ્રતિષ્ટા પણુ અ[ ! જોન ફ્રાંસની અને પોતાની માતૃભૂમિને વિદેશીઓની ધૂંસરીમાંથી બચાવવાની વાતો કરતી હતી. તે કાળ માટે આ વાત નવીન પ્રકારની હતી. એ સમયે ડ્યૂડલ વ્યવસ્થાના ખ્યાલોથી લેાકેાનાં માનસ એટલાં બધાં વ્યાપ્ત હતાં રાષ્ટ્રીયતાની વાત તેઓ સમજી શકે એમ ન હતું. આથી જેન જે