________________
અધિકારવાદ સામેની લડત
૪૦૩ એ ખરું છે કે આવું ચિત અને કઈ કઈ જગ્યાએ જ બને છે અને ઘણુંખરું આપણે સુલેહશાંતિ અને ભાઈચારાથી રહીએ છીએ; કેમકે બન્નેનું સાચું હિત એક જ છે. ધર્મને નામે પિતાના ભાઈ સાથે લડવું એ હિંદુ તેમજ મુસલમાન બંને માટે શરમજનક છે. આપણે એવા ઝઘડાઓને અંત આણવો જોઈએ અને આપણે એ અંત લાવીશું એ વિષે શક નથી. પરંતુ ધર્મને સ્વાંગ ધારણ કરીને આપણને જકડી રાખતી રૂઢિઓ, વહેમ તથા પરંપરાની સંકીર્ણ વિચારશ્રેણીમાંથી નીકળી જવું એ ખાસ મહત્ત્વનું છે. - ધાર્મિક સહિષ્ણુતાની પેઠે રાજકીય સ્વાતંત્ર્યની બાબતમાં પણ હિંદુસ્તાને બહુ સારી શરૂઆત કરી હતી. આપણાં ગ્રામ-પ્રજાતંત્રનું તને સ્મરણ હશે તથા આરંભમાં રાજાઓની સત્તા પણ કેટલી બધી મર્યાદિત હતી તે તને યાદ હશે. યુરોપના રાજાઓના “દેવી અધિકાર” જેવું અહીં કશું નહોતું. આપણું સમગ્ર રાજતંત્ર ગ્રામ-સ્વાતંત્ર્યના પાયા ઉપર રચાયેલું હોવાથી રાજા કોણ છે એ બાબતમાં કે બેપરવા હતા. તેમની સ્થાનિક સ્વતંત્રતા સુરક્ષિત હોય પછી રાજતંત્રની ટોચ ઉપર તેમના ઉપરી અધિકારી કોણ છે એની તેમને શી પડી હોય ? પરંતુ આ ખ્યાલ જોખમકારક અને બેવકૂફીભરેલું હતું. ધીમે ધીમે રાજતંત્રની ટોચ પરના સત્તાધીશે પિતાની સત્તા વધારી અને ગામની સ્વતંત્રતાની બાબતમાં તેણે દખલ કરવા માંડી. અને પછી તે એવો સમય આવ્યો કે, આપણું રાજાઓ બિલકુલ આપખુદ થઈ ગયા, ગ્રામ સ્વરાજ્યને અંત આવ્યો અને ટોચથી તળિયા સુધી ક્યાંયે સ્વતંત્રતાનું નામનિશાન ન રહ્યું.