________________
અધિકારવાદ સામેની લડત
૪૦૧ એ તે પછીનું પગથિયું હતું. અને આજે દુનિયાભરમાં એ માટેની લડત ચાલે છે. જનતાએ આર્થિક સ્વાતંત્ર્ય પણ પ્રાપ્ત કર્યું છે એવું માત્ર એક દેશ માટે જ કહી શકાય એમ છે. એ દેશ તે રશિયા અથવા કહે કે સોવિયેટ યુનિયન.
હિંદુસ્તાનમાં અંતઃકરણની સ્વતંત્રતા માટેની આવી લડત ઉપસ્થિત ન થઈ કેમકે એક પ્રાચીન કાળથી અહીંયાં ક્યારે પણ એ હક નકારવામાં આવ્યો હોય એવું જણાતું નથી. પોતાની મરજીમાં આવે એ વસ્તુ માનવાને લેકે અહીં સ્વતંત્ર હતા. એ બાબતમાં કોઈ પણ પ્રકારની બળજબરી નહોતી. લાઠી અથવા જીવતા બાળી મૂકવાની ધમકી દ્વારા નહિ પણ દાખલાલીલે અને ચર્ચા દ્વારા માણસેના મન ઉપર અસર કરવાની રીત અહીં અખત્યાર કરવામાં આવતી હતી. અલબત્ત, કવચિત ક્વચિત અહીં પણ હિંસા અને બળજબરી વાપરવામાં આવ્યાં હશે પરંતુ પ્રાચીન આર્ય પ્રણાલીમાં અંતઃકરણની સ્વતંત્રતાને હક સ્વીકારવામાં આવ્યો હતો. આ સ્વીકારનું પરિણામ પૂરેપૂરું શુભ ન આવ્યું. એ વાત જરા વિચિત્ર લાગશે. માન્યતાઓની સ્વતંત્રતાની બાબતમાં નિશ્ચિત હોવાને કારણે લેકે એ વિષે પૂરેપૂરા જાગ્રત ન રહ્યા અને તેથી કરીને અવનતિએ પહોંચેલા ધર્મની ક્રિયાઓ, વિધિઓ તથા વહેમમાં તેઓ ધીમે ધીમે વધારે ને વધારે ફસાતા ગયા. તેમણે એવા પ્રકારની ધાર્મિક પરંપરા ખીલવી કે જે તેમને ઘણા પાછળ ધકેલી ગઈ અને જેણે તેમને ધાર્મિક સત્તાના ગુલામ બનાવ્યા. આ પિપ કે એવી કઈ વ્યક્તિની સત્તા નહતી. એ ધર્મગ્રંથે રૂઢિઓ અને પ્રણાલીઓની સત્તા હતી. એથી કરીને, આપણે અંતઃકરણની સ્વતંત્રતાની વાત કરતા તથા તેને માટે મગરૂર થતા એ ખરું, પરંતુ વાસ્તવમાં આપણે એ છૂટાપણાથી બહુ વેગળા હતા. અને જૂના ગ્રંથે તથા આપણી રૂઢિઓએ આપણું ઉપર જે સંસ્કારે પાડ્યા હતા તેનાથી આપણે જકડાઈ ગયા છે હતા. સત્તા અને અધિકારવાદ આપણા ઉપર પ્રભુત્વ ભોગવતાં હતાં અને આપણાં માનસ તેમના અંકુશ નીચે હતાં. કેટલીક વાર આપણા દેહને જકડી રાખનારી સાંકળો ભૂંડી હોય છે એમાં શક નથી, પરંતુ આપણાં મનને રૂંધી રાખનાર વિચાર અને પૂર્વગ્રહોની અણુછતી સાંકળ તે વિશેષે કરીને ભૂંડી છે. એ તે આપણે પિતે સરજેલી સાંકળ છે. અને ઘણી વાર આપણે એનાથી વાકેફ નથી હોતા એ ખરું પરંતુ તે આપણને નાગચૂડની માફક જકડી રાખે છે.