________________
રામન ચર્ચ લડાયક સ્વરૂપ ધારણ કરે છે ૨૯૯ દૂર આવેલા બેહેમિયા એટલે કે આજના ચેલૈવાકિયા સુધી તે પહોંચ્યા અને ત્યાં પ્રાગ વિદ્યાપીઠના આચાર્ય જૉન હસને પ્રેરણાદાયી નીવડ્યા. તેના વિચારે માટે પોપે હસને ધર્મબહાર મૂક્યો. પણ એથી કરીને તેના શહેરમાં હસને ઊની આંચ પણ ન આવી; કેમકે ત્યાં તે અતિશય લેકપ્રિય હતે. એટલે તેને ફસાવવાને યુક્તિ રચવામાં આવી. સમ્રાટ તરફથી તેની સલામતી માટે અભયવચન આપવામાં આવ્યું અને સ્વિટ્ઝરલેન્ડના
તાંસ શહેરમાં ચર્ચ કાઉન્સિલની બેઠક મળી હતી ત્યાં તેને બેલાવવામાં આવ્યું. ત્યાં તેને પિતાની ભૂલ કબૂલ કરવાનું કહેવામાં આવ્યું. પિતાને ભૂલની પ્રતીતિ ન થાય ત્યાં સુધી તે કબૂલ કરવાની તેણે સાફ ના પાડી. આથી, તેના જીવનની સલામતી માટે તેને અભયવચન આપવામાં આવ્યું હતું તે છતાંયે તેને જીવતા બાળી મૂકવામાં આવ્યું. ૧૪૧૫ની સાલમાં આ બનાવ બન્ય, હસ તે ભારે વીર પુરુષ હતે. જેને તે ખોટું માનતા હતા તેનો સ્વીકાર કરવા કરતાં તેણે વેદનાયુક્ત મરણને વધાવી લીધું. અંતઃકરણની તેમજ વાણીની સ્વતંત્રતાને કાજે તે શહીદ થયા. ચેખ પ્રજાને તે એક મહા-પુરુષ ગણાય છે અને ચેલૈવાકિયામાં આજે પણ તેનું આદરપૂર્વક સ્મરણ કરવામાં આવે છે.
જૈન હસનું બલિદાન મિથ્યા ન ગયું. એના તણખાએ બોહેમિયામાં એના અનુયાયીઓમાં બળવાનો દાવાનળ સળગાવ્યું. પપે તેમની સામે ફ્રઝેડ પિકારી. ઝેડે હવે બહુ સસ્તી બની ગઈ હતી. તેની કશી કિંમત બેસતી નહિ અને હરામખેરે તથા એવા જ બીજા તેફાનીઓ તેમાંથી લાભ ઉઠાવવાને તૈયાર જ હતા. એચ. જી. વેલ્સના શબ્દોમાં કહીએ તે આ ક્રઝેડના સૈનિકોએ ગરીબ લેકો ઉપર “અતિશય કારમા અત્યાચાર ગુજાર્યો. પરંતુ પોતાનું રણગીત ગાતા ગાતા હસના અનુયાયીઓના સૈનિકો આવતાવેંત ક્રઝેડના આ લડવૈયાઓ અલેપ થઈ ગયા. જે માગે તેઓ આવ્યા હતા તે જ માર્ગે ત્વરાથી તેઓ પાછા ચાલ્યા ગયા. નિર્દોષ ગામડિયાઓને લૂંટવામાં તથા તેમની કતલ કરવામાં તેમણે ભારે શૌર્ય દાખવ્યું, પણ વ્યવસ્થિત સેના આવતાવેંત તેઓ ભાગી ગયા.
આ રીતે આપખુદ અને દુરાગ્રહી ધર્મ સામેનાં બંડે અને બળવાઓની પરંપરા શરૂ થઈ આ બંડ આખા યુરોપમાં ફેલાઈને તેને બે હરીફ પક્ષોમાં વહેંચી નાખવાનાં હતાં અને પરિણામે ખ્રિસ્તી ધર્મ કૅથલિક અને પ્રોટેસ્ટંટ એવા બે ભાગમાં વહેંચાઈ જવાને હતે.