SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૬ જગતના ઇતિહાસનું રેખાદર્શન બૌદ્ધ સંઘને કંઈક મળતો હતો. તે સંત કાન્સિસને સંધ કહેવાય છે. ઉપદેશ અને સેવા કરતો કરતે તે ઠેકઠેકાણે ફરતો રહે તથા જીસસના જેવું જીવન ગાળવા પ્રયત્ન કરતું હતું. તેની પાસે અસંખ્ય લેકે આવતા અને તેમાંના ઘણા તેના અનુયાયી બનતા. ક્રઝેડે ચાલુ હતી છતાંયે તે મીસર અને પેલેસ્ટાઈનમાં સુધ્ધાં ગયે હતે. તે ખ્રિસ્તી હોવા છતાંયે મુસલમાનો આ નમ્ર અને પ્રીતિપાત્ર માણસને માન આપતા અને તેના માર્ગમાં કશીયે દખલ કરતા નહિ. ૧૧૮૧થી ૧૨૨૬ની સાલ સુધી તે આવ્યો હતો. તેના મરણ પછી તેના સંઘને ચર્ચના ઊંચા દરજજાના અધિકારીઓ સાથે ઝઘડે થયે. કાન્સિસ સંઘ ગરીબાઈ ઉપર ભાર મૂકતે એ કદાચ તેમને પસંદ નહિ હોય એમ બનવાજોગ છે. ખ્રિસ્તી ધર્મના ગરીબાઈ અને સાદાઈને આ પુરાણ સિદ્ધાંતથી તેઓ પર થઈ ગયા હતા. ૧૩૧૮ની સાલમાં કાન્સિસના સંઘના ચાર સાધુઓને નાસ્તિક ગણીને માસેઈમાં બાળી મૂકવામાં આવ્યા હતા. ડાંક વરસે ઉપર એસીસીના નાનકડા કસબામાં સંત ફ્રાન્સિસના સ્મરણમાં એક મોટો ઉત્સવ ઊજવવામાં આવ્યો હતો. એ વખતે તે શાથી ઊજવવામાં આવ્યો, એ તે હું ભૂલી ગયો છું. ઘણું કરીને તે તેના મરણની સાતમી સંવત્સરી હતી. ફ્રાન્સિસના સંધના જેવો જ પરંતુ ભાવનાની દૃષ્ટિએ તેનાથી બિલકુલ ભિન્ન એ બીજે એક સંધ ચર્ચની અંદર ઊભું થયું. આ સંઘ સંત ડોમિનિકે સ્થાપ્યો હતે. ડેમિનિક પિતે સ્પેનને વતની હતે. તેને સંધ તેના નામ ઉપરથી ડોમિનિકને સંઘ કહેવાય છે. આ સંઘ ઉગ્ર અને ધર્માધિ હતો. એ સંઘની એવી માન્યતા હતી કે, ધર્મ ટકાવી રાખવાના મહાકાર્યને અર્થે બીજી બધી બાબતો ગણ લેખાવી જોઈએ. સમજાવટથી જો આ કાર્ય પાર ન પડે તે પછી દમનથી પણ તે પાર પાડવું. ૧૨૩૩ની સાલમાં “ઈક્વિઝીશન ની સ્થાપના કરીને ચર્ચે ધર્મની બાબતમાં હિંસક શાસનની વિધિપૂર્વક શરૂઆત કરી. “ઈન્કિવઝીશન” એ એક પ્રકારની અદાલત હતી. તે લેકેની ધાર્મિક માન્યતાઓ સંબંધમાં તપાસ ચલાવતી અને જેમની માન્યતા ચર્ચે નક્કી કરેલા ધોરણ પ્રમાણેની ન જણાય તેમને નાસ્તિક ગણીને જીવતા બાળી મૂકવાની શિક્ષા ફરમાવતી. આવા “નાસ્તિક” લેકેની વ્યવસ્થિત ખેજ કરવામાં આવતી અને તેમને શોધી શોધીને બાળી મૂકવામાં આવતા. પરંતુ
SR No.032708
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy