________________
મહાન પ્રવાસી માર્કો પોલે એણે તેમની કલ્પનાશક્તિને ઉત્તેજી, તથા તેમનામાં સાહસની ભાવના જગાડી અને તેમના લેભને જાગ્રત કર્યો. એણે તેમને વધારે પ્રમાણમાં દરિયે ખેડવાને ઉત્તેજ્યા. યુરોપ પ્રગતિ કરી રહ્યું હતું. એની તરુણ સંસ્કૃતિને હવે પગ આવ્યા હતા અને મધ્યયુગની શૃંખલાઓમાંથી છૂટવાને તે મથી રહી હતી. ભર યવનમાં પ્રવેશ કરતા તરુણની માફક તે શક્તિથી ઊભરાતી હતી. દરિયો ખેડવાની તથા સાહસ અને ધનદેલત ખોળવાની યુરોપવાસીઓની ઝંખના એ પછીના સમયમાં તેમને અમેરિકા, કેપ ઑફ ગુડ હેપ થઈને પ્રશાંત મહાસાગરમાં, તથા ચીન, જાપાન અને હિંદુસ્તાન લઈ ગઈ. સમુદ્ર જ દુનિયાને રાજમાર્ગ થઈ, પડ્યો અને ખેડે વીંધીને જતા મોટા મોટા વેપારી જમીનમાર્ગોનું મહત્ત્વ ઘટયું.
માર્કો પોલો કુખ્તાઈ ખાનથી છૂટો પડ્યો તે પછી થેડા જ વખતમાં ખાન મરણ પામે. એણે સ્થાપેલે યુઆન વંશ પણ એના પછી ઝાઝું ટક્યો નહિ. મંગલ સત્તા બહુ જ ઝડપથી નબળી પડી અને વિદેશીઓની સામે ચીનમાં રાષ્ટ્રીય આંદલનનું મોજું ફરી વળ્યું. સાઠ વરસની અંદર દક્ષિણ ચીનમાંથી મંગલ લેકેને હાંકી કાઢવામાં આવ્યા અને એક ચીનવાસી નાનકિનમાં સમ્રાટ થઈ પડ્યો. બીજાં બારેક વરસ પછી એટલે કે ૧૩૬૮ની સાલમાં યુઆન વંશને છેટનો અંત આવ્યું અને મંગલેને ચીનની મેટી દીવાલની પેલી પાર હાંકી કાઢવામાં આવ્યા. હવે ચીનને એક બીજો મહાન રાજવંશ – તાઈમિંગ વંશ
– આગળ આવ્યો. આ વંશે લગભગ ત્રણસો વરસ જેટલા લાંબા સમય સુધી ચીન ઉપર અમલ કર્યો. ચીનને આ સમય સુરાજ્ય, આબાદી અને સંસ્કૃતિને યુગ ગણાય છે. બીજા દેશો જીતવાનો કે સામ્રાજ્ય વધારવાનો પ્રયાસ એ સમય દરમ્યાન કરવામાં આવ્યું નહોતે.
ચીનમાં મંગલ સામ્રાજ્ય પડી ભાગવાને પરિણામે ચીન અને યુરેપ વચ્ચેના સંપર્કને અંત આવ્યું. હવે જમીનમાર્ગે સલામત રહ્યા નહેતા; અને સમુદ્રમાર્ગોને હજી ઝાઝે ઉપયોગ થવા લાગ્યું નહોતે.