________________
મહાન પ્રવાસી માર્કા પેલા
૩૯૧
ચૂકયો છું. માર્કા અને રાજકુંવરી વગેરે પ્રવાસી મંડળી હિંદુમાં પણ ઠીકઠીક સમય સુધી રોકાયાં. તેમને ઈરાન પહેોંચવાની કશી ઉતાવળ જ ન હોય એમ જણાય છે; અને તેમને ત્યાં પહોંચતાં એ વરસ લાગ્યાં. પરંતુ એ દરમ્યાન લગ્નના કાડ સેવતા વરરાજા ગુજરી ગયા. હતા ! રાહ જોઈ જોઈ ને તેની ધીરજ ખૂટી ગઈ. પરંતુ તે મરણુ પામ્યા એ બહુ ભારે આપત્તિ નહતી. આ તરુણ રાજકુમારી આરગાનના પુત્ર વેરે પરણી. તે લગભગ રાજકુવરીના જેટલી જ ઉંમરના હતા.
રાજકુવરીને મૂકીને પેલા પ્રવાસી ઑૉન્સ્ટાન્ટિના પલને માગે પોતાના વતન તરફ વળ્યા. પાતાનું વતન છેોચ્યા બાદ ૨૪ વરસ પછી ૧૨૯૫ની સાલમાં તેએ પોતાને ઘેર પહેાંચ્યા. વેનિસમાં તેમને કાઈ પણ એળખી રાયું નહિ, અને એમ કહેવાય છે કે પોતાના જૂના મિત્રો અને બીજા ઉપર પ્રભાવ પાડવા માટે તેમણે એક મિજબાની આપી. એ પ્રસંગે તેમણે તેમનાં ગંદાં અને ફાટ્યાંતૂટત્યાં કપડાં ઉતારી નાખ્યાં. કપડાં ઉતારતાંની સાથે હીરા, મેતી, માણેક, નીલમ વગેરે ઢગલાબંધ કીમતી ઝવેરાત નીકળી પડયું. આ જોઈ તે બધા મહેમાને આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. આમ છતાં પણ પાલા પ્રવાસીઓની હિંદ તથા ચીનનાં સાહસેાની વાતા માનવાને ભાગ્યે જ કાઈ તૈયાર હતું. તેમણે માન્યું કે માર્કા તથા તેના બાપકાકા વધારે પડતી બડાશે હાંકે છે. વેનિસના પોતાના નાનકડા પ્રજાત ંત્રની બહારની દુનિયાના તેમને પરિચય ન હેાવાને કારણે તેઓ ચીન તથા ખીજા એશિયાઈ દેશાના કદ તથા તેની અઢળક સોંપત્તિનો ખ્યાલ કરી શકે એમ નહેતું.
ત્રણ વરસ પછી, ૧૨૯૮ની સાલમાં વેનિસ અને જેનેઆ વચ્ચે યુદ્ધ જાગ્યું. આ બન્ને રિયા ખેડનારાં રાજ્યા હતાં અને તેથી એકબીજાનાં હરીફ્ હતાં. તેમની વચ્ચે ભીષણ નૌકાયુદ્ધ થયું. એમાં વેનિસવાસીઓ હાર્યાં અને જીનેઆના લેાકેાએ હજારોની સંખ્યામાં તેમને કેદ પકડયા. આપણા માર્કો પોલો પણ આ કુદીઓમાંના એક હતો. જેનેઆની જેલમાં બેઠાં બેઠાં તેણે પોતાના પ્રવાસના હેવાલ લખ્યા અથવા કહો કે લખાવ્યા. આ રીતે ‘માર્યાં પેલાના પ્રવાસેા ’ એ નામના ગ્રંથ ઉદ્ભવ્યા. સારું કાર્ય કરવા માટે જેલ એ કેવું ઉપયાગી સ્થાન છે!
-
આ પુસ્તકમાં માર્કા ખાસ કરીને ચીન તથા તે દેશમાં તેણે કરેલા અનેક પ્રવાસાના હેવાલ આપે છે. એમાં તેણે સિયામ, જાવા,