________________
૩૮૦
જગતના ઇતિહાસનું રેખાદર્શન
સહેજે શીખી શકતા હતા. પેકિંગમાં વસવાટ કરીને ચીનના પ્રતિષ્ઠિત સમ્રાટ બન્યા પછી કુબ્લાઈ ખાન ખાસ કરીને પરદેશી મુસાફરોને પોતાના દરબારમાં આવવાનું ઉત્તેજન આપતા. એની પાસે વેનિસના બે વેપારી ભાઈ એ જઈ પહોંચ્યા. એકનું નામ નિકાલે પેલા અને બીજાનું નામ મિયા પોલા હતું. વેપારની શોધમાં તેઓ છેક મુખારા સુધી પહોંચી ગયા હતા. ત્યાં આગળ કુબ્લાઈ ખાને ઈરાનમાં હુલાચુ પાસે મોકલેલા પ્રતિનિધિના તેમને ભેટા થયા. તેમણે એ બંનેને પોતાની સાથે આવવા સમજાવ્યા અને આ રીતે તે પેકિંગમાં મહાન ખાનના
દરબારમાં પહોંચ્યા.
કુબ્લાઈ ખાતે નિકાલ અને મૅક્રિયાનું સારી રીતે સ્વાગત કર્યું અને તેમણે તેને યુરોપ, ખ્રિસ્તી ધર્મ તથા પોપ વગેરે વિષે વાતેા કરી. આ વાર્તામાં કુબ્લાઈ ખાનને ભારે રસ પડ્યો અને તે ખ્રિસ્તી ધમ પ્રત્યે આકર્ષાયા હોય એમ લાગે છે. ૧૨૬૯ની સાલમાં પોપ ઉપરના પોતાને સંદેશા લઈને તેણે એ પેલા ભાઈઓને યુરોપ પાછા મોકલ્યા. તેણે ‘બુદ્ધિશાળી અને સાતે કળાના જાણકાર' તથા ખ્રિસ્તી ધર્મનું રહસ્ય સમજાવી શકે એવા ૧૦૦ વિદ્વાનોને પોતાને ત્યાં મોકલવાની પોપ પાસે માગણી કરી. પરંતુ યુરોપ પાછા ફરતાં પેલા ભાઈઓને યુરોપ તથા પોપની હાલત ખૂરી જણાઈ. ત્યાં આગળ ખાને માગેલા ૧૦૦ વિદ્વાનો મળી શકે એમ નહોતું. એ વરસ ત્યાં રોકાઈને એ ખ્રિસ્તી સાધુએ લઈ તે તે ફરી પાછા પેકિંગ તરફ જવા નીકળ્યા. ખાસ મહત્ત્વની વાત તો એ છે કે આ વખતે નિકાલેના માર્કા નામના પુત્રને પણ તેમણે પોતાની સાથે લીધા.
આ ત્રણે જણ પેતાના આ મહાન પ્રવાસે નીકળ્યા અને આખા એશિયા ખંડ તેમણે જમીન માર્ગે વટાવ્યા. કેટલા પ્રચંડ આ પ્રવાસે હતા ! જે માગે ત્રણે પોલા ગયા હતા તે મા વટાવતાં આજે પણ લગભગ એક વરસ લાગે. પહેલાં હ્યુએન ત્સાંગે જે માગે પ્રવાસ કર્યાં હતા તે માગ ઉપર તેમણે થોડીક મુસાફરી કરી. તે પૅલેસ્ટાઈનમાં થઈ ને આર્મીનિયા ગયા અને ત્યાંથી મેસોપોટેમિયા અને ઈરાનના અખાત ઉપર. અહીં આગળ તેમને હિંદના વેપારીઓને ભેટા થયા. ઈરાનમાં થઈ ને અખ઼ અને ત્યાંથી પર્વતા આળગીને તેઓ કાશ્મર આવ્યા, ત્યાંથી ખેતાન અને લેાપનાર નામના ભમતા સરોવર (વૉન્ડરિંગ લેક) માગળ આવ્યા. વળી પાછું રણ વટાવ્યું અને પછી ચીનનાં મેદાનેામાં