________________
પ્રકાશકનુ નિવેદન
પંડિત જવાહરલાલજીના જગતના તિહાસના ગ્રંથ લગભગ ૧૦ વર્ષ ઉપર અંગ્રેજીમાં બહાર પડયો હતા. ૧૯૩૯માં તેની નવી આવૃત્તિ ઇંગ્લેંડમાં પ્રગટ થઈ હતી. તે ઉપરથી તેને ગુજરાતી અનુવાદ તૈયાર કરવાનું કામ ઈ. સ. ૧૯૪૦–૧થી નવજીવને હાથ ઉપર લીધું હતું, અને તેનું છાપકામ પણ ૧૯૪૨માં ચાલુ કર્યું હતું; પરંતુ ત્યાં વચ્ચે સરકારે છાપખાનું જ લઈ લીધું એટલે તે કામ લાચારીથી અધૂરું રહ્યું. સન ૧૯૪૪માં છાપખાનું પાછું મળતાં, એ તરત ચાલુ કરવામાં આવ્યું અને તે દળદાર ગ્રંથને પહેલા ખડ અત્યાર સુધીમાં તૈયાર થઈ શકયો, તે આ પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ અગાઉ પંડિતજીના • ઇંદુને પત્રા ' પ્રસિદ્ધ કર્યાં ત્યારે તેમાં જણાવ્યા પ્રમાણે, આ કામ કાંઈક વેળાસર થઈ શકયું તેથી આનંદ થાય છે. આ પુસ્તકના વાંચનારને ભલામણ છે કે, જગતના ઇતિહાસ પર પત્રરૂપે લખાયેલાં આ પ્રકરણાની પ્રસ્તાવના રૂપે ઇંદુને પત્ર' પુસ્તક જો ન વાંચ્યું હાય તે તે અવશ્ય વાંચે.
:
આ પહેલા ખંડમાં જગતના ઇતિહાસ નેપોલિયનના અવસાન સુધી આવે છે. તેટલામાં એ ગ્રંથના લગભગ અડધા ભાગ પૂરો થાય છે, બાકીના ભાગ ખીજા ખંડરૂપે હવે પછી પ્રગટ કરવામાં આવશે. અને આશા એવી છે કે, તે રસિક ભાગને માટે વાચકાને થોડાક મહિના કરતાં વધારે રાહ જોવી નહિ પડે. બધાં સ્થાનાના ભેગા નિર્દેશ કરી શકાય એ દૃષ્ટિએ સૂચી ખીજા ખંડને અંતે આપવા ધારી છે.
જાન્યુઆરી, ૧૯૪૫