________________
દુનિયા પર મંગોલોનું પ્રભુત્વ • ૩૮૧
તાઈ મરણ પામે અને તેના વારસની બાબતમાં કંઈક ઝઘડો ઊભો થયે. એથી કરીને, પરાજય પામ્યું ન હોવા છતાં મંગલ સૈન્ય પાછું ફર્યું અને ૧૨૪૨ની સાલમાં પૂર્વમાં પિતાના વતન તરફ તેણે પિતાની કૂચ આરંભી. હવે યુરેપના જીવમાં જીવ આવ્યો.
દરમ્યાન મંગેલ લેકે આખા ચીનમાં ઘૂમી વળ્યા અને ઉત્તરમાં કિન તારે તથા દક્ષિણમાં સંગે તેમણે અંત આણ્યો. ૧૨પરની સાલમાં મંગુ ખાન “મહાન ખાન થયા અને કુબ્લાઈને તેણે ચીનનો સૂબો નીમ્યો. કારાકોરમના મંગુના દરબારમાં એશિયા તથા યુરેપમાંથી અનેક લેકે આવતા. આમ છતાં પણ એ મહાન ખાન તે ગેપ લેકની પેઠે તંબૂઓમાં જ રહેતું. પરંતુ એ તંબૂઓ હવે કીમતી કાપડના બનેલા હતા અને અનેક દેશમાંથી લૂંટી આણેલી દોલતથી ઊભરાતા હતા. ત્યાં આગળ વેપારીઓ – ખાસ કરીને મુસલમાન વેપારીઓ – પણ આવતા અને મંગલ લેકે તેમની પાસેથી મોકળે હાથે ખરીદી કરતા. કારીગરે, જ્યોતિષશાસ્ત્રીઓ, ગણિતીઓ અને તે સમયના વિજ્ઞાનમાં માથું મારનારા માણસો વગેરે બધા પ્રકારના લેકે આખી દુનિયા ઉપર પ્રભુત્વ ભોગવી રહેલા તંબૂઓના નગરમાં એકઠા થતા. આ વિશાળ મંગલ સામ્રાજ્યમાં અમુક પ્રમાણમાં શાંતિ અને વ્યવસ્થા હતી. ખંડેની આરપાર જતા વેપારના માર્ગે આવતા જતા લેકથી ભરેલા રહેતા. આમ એશિયા અને યુરોપ પરસ્પર એકબીજાના નિકટના સંપર્કમાં આવ્યા.
આ ઉપરાંત કારાકોરમમાં ધર્મપ્રચારકેની હરીફાઈ ચાલી હતી. એ બધા આ દુનિયાના વિજેતાઓને પિતાપિતાના ખાસ ધર્મમાં લાવવા માગતા હતા. જે ધર્મ આ ભારે શક્તિશાળી લેકને પિતાના તરફ ખેંચવામાં સફળ થાય તે ધર્મ પણ એથી કરીને અતિશય બળવાન બની બીજા બધા ધર્મો ઉપર પણ પ્રભુત્વ ભેગવે એમ હતું. આથી પોપે પિતાના પ્રતિનિધિઓ મેકલ્યા, નેસ્ટેરિયન પંથના ખ્રિસ્તીઓ આવ્યા તથા મુસલમાન અને બૌદ્ધો પણ ત્યાં હતા. પરંતુ મંગલ લેકે નવો ધર્મ અંગીકાર કરવાની કશી ઉતાવળમાં નહોતા. તેમને ધર્મ પ્રત્યે એવું કશું ખેંચાણ નહતું. એમ જણાય છે કે મહાન ખાને એક વખત ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવાનો વિચાર સેવ્યો હતો, પરંતુ તે પિપને ઉપરીપણુને દાવ માન્ય રાખવા તૈયાર નહોતો. આખરે જે જે પ્રદેશમાં તેમણે વસવાટ કર્યો તેના ધર્મમાં મંગલ લેકે ભળી ગયા.