________________
ચંગીઝખાં એશિયા તથા યુરેપને ધ્રુજાવે છે ૩૭૯ મંગલ લેકામાં એની પરંપરા પણ જળવાઈ રહી નથી કે તેનું તેમને કશું સ્મરણ પણ નથી.
દરેક દેશ તથા ધર્મ પાસે જૂને પરંપરાગત કાયદે અને લેખિત કાયદે હોય છે. અને ઘણી વાર તેઓ પોતપોતાના કાયદાને “અપરિવર્તનશીલ કાયદ” માને છે તથા તે કાયમને માટે ટકશે એમ પણ કલ્પ છે. કેટલીક વાર આ કાયદાને “ઈશ્વર પ્રેરિત માનવામાં આવે છે અને જે વસ્તુ ઈશ્વર પ્રેરિત હોય તેને પરિવર્તનશીલ કે અલ્પજીવી માનવામાં નથી આવતી. પરંતુ કાયદાએ તે પ્રચલિત પરિસ્થિતિ સાથે મેળ બેસાડવાને માટે તથા તેમની સહાયથી આપણી જાતને સુધારવા માટે હોય છે. બદલાયેલી પરિસ્થિતિમાં જૂના કાયદાઓ કેવી રીતે બંધબેસતા આવે? પરિસ્થિતિ બદલાતાં કાયદાઓ પણ બદલાવા જોઈએ, નહિ તે તેઓ આપણું હાથમાં લેખંડી બેડી સમાન થઈ પડે અને દુનિયા આગળ વધતી હોય ત્યારે આપણને પાછળ રાખી મૂકે. કોઈ પણ કાયદો “અપરિવર્તનશીલ કાયદે” ન હોઈ શકે. જ્ઞાન ઉપર એ રચાયેલ હવે જોઈએ. જેમ જેમ જ્ઞાન વિકસતું જાય તેમ તેમ તેને પણ વિકાસ થવો જાઈએ.
ચંગીઝ ખાન વિશે મેં તને જરૂર કરતાં વધારે માહિતી આપી છે. પરંતુ એ માણસ ઉપર હું મુગ્ધ છું. મારા જેવા શાન્ત, અહિંસક અને નરમ તથા શહેરના વસનાર અને ફડલ વ્યવસ્થા સંબંધી દરેક વસ્તુને ધિક્કારનાર માણસને ગોપ જતિને આ ઝનૂની, કર અને હિંસક એ સરદાર મુગ્ધ કરે એ વિચિત્ર નથી !