________________
ચંગીઝખાં એશિયા તથા યુરેપને ધ્રુજાવે છે ૩૭૭ કવિના ગ્રાન્ડ ડયૂકને હરાવ્યું અને કેદ પકડ્યો. શિયા અથવા તે તંગુત લેકને બળવો શમાવવા તે પાછે પૂર્વમાં આવ્યો. તે
૧૨૨૭ ની સાલમાં ૭૨ વરસની ઉંમરે ચંગીઝ મરણ પામે. પશ્ચિમે કાળા સમુદ્રથી માંડીને છેક પ્રશાંત મહાસાગર સુધી તેનું સામ્રાજ્ય વિસ્તરેલું હતું. હજી પણ તે શક્તિશાળી હતું અને વધતું જતું હતું. આમ
છતાંયે મંગોલિયાનું નાનકડું નગર કારાકોરમ હજી તેની રાજધાની હતી. પિતે ગોપ જાતિને હેવા છતાં તે અતિ સમર્થ સંગઠનકાર હતા અને પિતાને મદદ કરવાને કશળ મંત્રીઓ નીમવાનું ડહાપણ તેણે દાખવ્યું હતું. અતિશય ત્વરાથી જીતેલું તેનું સામ્રાજ્ય તેના મરણ બાદ ભાગી પડયું નહિ.
ફારસી અને આરબ ઈતિહાસકારે તે ચંગીઝને રાક્ષસ સમાન લેખે છે અને તેને “ઈશ્વરના શાપ” તરીકે વર્ણવે છે. તેને અતિશય ક્રૂર પુરુષ તરીકે ચીતરવામાં આવ્યો છે. તે અતિશય ક્રર હતો એ તો નિર્વિવાદ છે. પરંતુ તેના સમયના ઘણુંખરા રાજકર્તાઓ અને તેની વચ્ચે ઝાઝે તફાવત નહોતે. હિંદમાં અફઘાન સુલતાને નાના નાના પ્રમાણમાં લગભગ તેના જેવા જ હતા. ૧૧૫૦ની સાલમાં અફઘાનોએ ગઝનીને કબજે લીધે ત્યારે તેને બાળીને તથા લૂંટીને તેમણે પોતાની જૂની અદાવતનું વેર લીધું. “સાત દિવસ સુધી સતતપણે લૂંટફાટ, સંહાર અને કતલ ચાલ્યાં. હાથ આવતા એકેએક પુરુષની કતલ કરવામાં આવી અને બધી સ્ત્રીઓ તથા બાળકોને કેદ કરવામાં આવ્યાં. મહમૂદી સુલતાને, એટલે કે મહમૂદ ગઝનીના વંશજોના, દુનિયામાં બીજે ક્યાંય જેમને જોટો ન જડે એવા સઘળા મહેલે અને મોટી મોટી ઇમારતોને નાશ કરવામાં આવ્યું.” તે સમયે મુસલમાની તેમના ધર્મબંધુઓ પ્રત્યે આવી વર્તણૂક હતી. આ અફઘાન સુલતાનના અમલમાં હિંદમાં જે બન્યું તે તથા મધ્ય એશિયા અને ઈરાનમાં ચંગીઝે કરેલે સંહાર એ બધામાં તત્ત્વતઃ ઝાઝો ફરક નથી. ચંગીઝ ખારઝમ ઉપર વિશેષે કરીને ક્રોધે ભરાયો હવે કેમકે તેના એલચીને શાહે મારી નંખાવ્યા હતા. એને મન એ તે ખૂનને બદલે ખૂનથી લેવાને સવાલ હતું. બીજા પ્રદેશમાં પણ ચંગીઝે ભારે સંહાર કર્યો પરંતુ કદાચ તે મધ્ય એશિયા જેટલે ભારે નહિ હોય.
- શહેરે નાશ કરવાની પાછળ ચંગીઝને બીજો પણ આશય હતો. તેની નાડીમાં ગેપ લેકેનું લેહી વહેતું હતું અને નગર તથા શહેરને