________________
જગતના ઇતિહાસનું રેખાદમ એ બધા યુગેના આપણે વારસે છીએ એ વિચાર ખરેખર આપણને આશ્ચર્યચક્તિ કરે છે. પણ એથી આપણે ગર્વિષ ન બનવું જોઈએ. કારણકે, એ યુગની સારી તેમજ માઠી બંને વસ્તુઓના આપણે વારસ છીએ. અને હિન્દના આપણા વર્તમાન વારસામાં એવી ઢગલાબંધ ભૂંડી વસ્તુઓ છે જેને લીધે દુનિયામાં આપણે પાછળ પડ્યા છીએ, અને આપણું મહાન દેશ ગરીબાઈમાં આવી પડ્યો છે, તથા તે પરાયા લેકના હાથમાં રમકડા સમાન બની ગયું છે. પરંતુ એ સ્થિતિ લાંબા કાળ સુધી નહિ નભાવી લેવાને હવે આપણે નિશ્ચય કરી લીધું છે.