________________
૩૭૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન તે ચંગીઝની વિજય મેળવવાની કારકિર્દીને માત્ર આરંભ જ હતે. આ હકીકત ખાસ લક્ષમાં રાખવા જેવી છે; કેમકે ઘણાખરા મહાન વિજેતાઓ તેમની યુવાવસ્થામાં જ વિજય મેળવે છે. આ ઉપરથી આપણે એ પણ સમજી શકીએ છીએ કે ચંગીઝ કંઈ જુવાનીના ઉત્સાહના આવેશમાં આવી જઈને જ એશિયાના એક છેડાથી બીજા છેડા સુધી ધસી ગયે નહે. એ સમયે તે સાવધાન અને સાવચેતીવાળો આધેડ વયને પુરુષ હતું અને કઈ પણ મોટું કાર્ય કરતાં પહેલાં તેને યોગ્ય વિચાર અને તૈયારી કરતે હતે.
મંગલ લેકે ગોપ જીવન ગાળતા હતા અને શહેર તથા શહેરની રહેણીકરણીને તેઓ ધિક્કારતા હતા. ઘણા લેકે માને છે કે, ગેપ અવસ્થામાં હોવાને કારણે તેઓ બર્બર રહ્યા હશે. પરંતુ આ ખ્યાલ છે છે. શહેરની ઘણી કળાઓથી તેઓ અજાણ હતા એ ખરું પણ તેમણે જીવનની પિતાની નિરાળી જ રીત ખીલવી હતી અને તેમનું સંગઠન બહુ જ જટિલ હતું. રણક્ષેત્રે ઉપર તેમણે મહાન વિજય મેળવ્યા એ તેમની સંખ્યાને નહિ પણ તેમની શિસ્ત અને સુવ્યવસ્થાને આભારી હતું. અને એના કરતાં પણ ચંગીઝની જવલંત સરદારીને તે આભારી હતું. કારણ કે ચંગીઝ ઈતિહાસમાં સૌથી વધારે પ્રતિભાશાળી સેનાની અને નાયક છે એમાં જરાયે શંકા નથી. સિકંદર અને સીઝર એની આગળ સાવ ક્ષુલ્લક લાગે છે. ચંગીઝ પોતે મહાન સેનાપતિ હતા એટલું જ નહિ પણ તેણે પિતાના બીજા સેનાપતિઓને પણ કેળવ્યા અને તેમને ઉત્તમ સેનાનાયકે બનાવ્યા. પિતાના વતનથી હજારો માઈલ દૂર, અને દુશ્મન તથા વિરોધી પ્રજાઓથી ઘેરાયેલા હોવા છતાંયે સંખ્યાબળમાં તેમનાથી વધારે એવા શત્રુઓની સામે વિજ્ય મેળવતા તેઓ આગળ ધસ્યા.
ચંગીઝ એશિયાની ધરતી પર વિરાટ પગલાં ભરતે આગળ વધ્યો ત્યારે યુરોપ તથા એશિયાને નકશે કે હવે ? મંગોલિયાની પૂર્વે તથા દક્ષિણે આવેલા ચીનના ભાગલા પડી ગયા હતા. ચીનના દક્ષિણ ભાગમાં સુંગ સામ્રાજ્ય હતું અને ત્યાં દક્ષિણના સંગેને અમલ હતા. ઉત્તરમાં સંગેને હાંકી કાઢનાર “કિન” અથવા તે સુવર્ણ તારનું સામ્રાજ્ય હતું. અને પિકિંગ તેમની રાજધાની હતી. પશ્ચિમમાં ગેબીના રણ ઉપર તથા તેની પાર શિયા અથવા તંગુત સામ્રાજ્ય હતું. એ પણ ગેપ લેકેનું સામ્રાજ્ય હતું. આપણે જોઈ ગયાં કે