________________
યુરેાપનાં શહેરના ઉદય
૩૫
છૂટયા હતા. તેમણે પોતે ત્યાં આગળ વેનિસ શહેર બાંધ્યું અને પૂર્વ તથા પશ્ચિમ રામન સામ્રાજ્યની મધ્યમાં વસેલા હાવાથી તે પેાતાની સ્વતંત્રતા જાળવી રાખવામાં ફાવી શક્યા. હિંદુસ્તાન તથા પૂર્વના દેશા સાથે વેનિસના વેપારને સબંધ બધાયે અને પરિણામે તેને અઢળક દોલત પ્રાપ્ત થઈ. વળી તેણે દરિયાઈ કાફલો પણ બાંધ્યુંા અને સમુદ્ર ઉપરની સત્તા પણ મેળવી. તે નિક વર્ગનું પ્રજાસત્તાક હતું. તેના પ્રમુખ ડૉજ કહેવાતો. ૧૭૯૭ની સાલમાં નેપોલિયને વિજેતા તરીકે વેનિસમાં પ્રવેશ કર્યાં ત્યાં સુધી આ પ્રજાતંત્ર ટકયું હતું. એમ કહેવાય છે કે, તે જ દિવસે ડૉજ મરણ પામ્યા. તે અતિશય વૃદ્ધ હતા અને વેનિસને તે છેલ્લે ડૉજ હતા.
ઇટાલીની બીજી બાજુએ જેને આ હતું. એ પણ દરિયો ખેડનારા લોકાનું મારું વેપારી શહેર હતું અને વેનિસનું હરીફ્ હતું. એ બંનેની વચ્ચે વિદ્યાપીનું ધામ ખેલાયાં શહેર તથા પીસા, વેરાના અને ફ્લોરેન્સ વગેરે નગરા હતાં. આ લૉરેન્સ શહેરમાં આગળ ઉપર મોટા મેટા અનેક કળાકારો પેદા થવાના હતા અને પ્રખ્યાત મેડિસી કુળના અમલ દરમ્યાન તે જાહોજલાલીની પરાકાષ્ઠાએ પહોંચવાનું હતું. ઉત્તર ઇટાલીમાં મિલાન પણ ઉદ્યોગાનું મહત્ત્વનું મથક બન્યું હતું અને દક્ષિણમાં આવેલું નેપલ્સ પણ વધવા માંડયુ હતું.
ક્રાંસમાં હ્યુ કૅપેટે પોતાના પાટનગર બનાવેલા પૅરિસને ફ્રાંસના વિકાસ સાથે વિકાસ થઈ રહ્યો હતો. પૅરિસ હમેશાં ક્રાંસના વનપ્રવાહનું કેન્દ્ર રહ્યુ છે. બીજા દેશોનાં બીજા પાટનગર પણ થયાં છે પરંતુ છેલ્લાં હજાર વરસ દરમ્યાન પૅરિસે ફ્રાંસ ઉપર જેટલું પ્રભુત્વ ભોગવ્યું છે તેટલું પ્રભુત્વ એમાંના બીજા કાઈ પણ નગરે પોતાના દેશ ઉપર ભોગવ્યું નથી. લિયેાન્સ, માસે ઈ ( એ શહેર ઘણું જ પુરાણું બંદર હતું), આલે આ, બે અને મૂલાંય વગેરે શહેર પણ ક્રાંસનાં મહત્ત્વનાં નગરો બન્યાં.
ઇટાલીની પેઠે જર્મનીમાં પશુ, ખાસ કરીને તેરમી અને ચાદમી સદીઓમાં સ્વતંત્ર શહેરના વિકાસ એ ખાસ ધ્યાન ખેંચે એવી ખીના છે. તેમની વસતી વધતી ગઈ અને તેમનું બળ અને સંપત્તિ પણ વધતાં ગયાં તેમ તેમ તે વધારે ને વધારે નિર્ભય થતાં ગયાં અને ત્યાંના ઉમરાવાની સાથે લડવા લાગ્યાં. સમ્રાટ કેટલીક વખત આ ઝધડાઓમાં તેમને પક્ષે રહી તેમને ઉત્તેજન આપતા કેમકે મોટા મોટા ઉમરાવેાને