________________
. યુરેપનાં શહેરેને ઉદય
૩૫૩, હતાં અને તેમાંથી આવતે પ્રકાશ એ દેવળની રચનાથી જામતી ગાંભીર્ય અને ભવ્યતાની અસરને વધારે ઘેરી બનાવતો.
થડા જ વખત ઉપર તારા ઉપરના મારા એક પત્રમાં મેં યુરોપની એશિયા સાથે તુલના કરી હતી. આપણે જોયું કે એ સમયે એશિયા યુરેપ કરતાં ઘણું વધારે સંસ્કારી તથા સુધરેલું હતું. આમ છતાં પણ હિંદમાં ત્યારે સર્જક કૃતિઓ નિર્માણ થતી નહતી અને મેં કહ્યું હતું કે સર્જકશક્તિ એ ચેતનની નિશાની છે. અર્ધ-સુધરેલા યુરોપમાંથી ઉદ્દભવેલું ગેથિક સ્થાપત્ય, ત્યાં આગળ જીવનશક્તિ પૂરતા જોમથી ઊછળતી હતી એની આપણને પ્રતીતિ કરાવે છે. અંધાધુંધી અને સુધારાની નીચલી કક્ષાની સ્થિતિમાંથી ઉદ્ભવતી મુશ્કેલીઓ હોવા છતાં પણ આ જીવનપ્રવાહ ફૂટી નીકળીને પિતાના આવિષ્કાર માટેની પદ્ધતિ
ધી લે છે. ગેથિક રેલીની ઇમારતે આ નવજીવનના અનેક પ્રગટ સ્વરૂપોમાંનું એક છે. પાછળના સમયમાં એ જીવનશક્તિને ચિત્રકળા, સ્થાપત્ય અને સાહસપ્રિયતામાં પ્રગટ થતી આપણે જોઈશું.
આવાં કેટલાંક દેવળ તેં જોયાં છે. એ તને યાદ હશે કે કેમ તે વિષે મને શંકા છે. જર્મનીમાં તેં કેલેનનું સુંદર દેવળ જોયું હતું. ઈટાલીમાં મિલાન શહેરમાં ગેથિક શૈલીનું એક અત્યંત સુંદર દેવળ છે. એવું જ એક દેવળ ક્રાંસમાં ચારશ્રી નામના સ્થળે છે. પરંતુ એવાં દેવળો જ્યાં જ્યાં છે તે બધી જગ્યાઓનાં નામ હું ગણાવી ન શકું. જર્મની, ફ્રાંસ, ઈંગ્લેંડ, અને ઉત્તર ઈટાલી એ બધા દેશમાં આ દેવળો સર્વત્ર પથરાયેલાં છે. ખુદ રોમમાં ગથિક શૈલીની ધ્યાન ખેંચે એવી એકે ઈમારત નથી એ આશ્ચર્યકારક છે. અગિયારમી તથા બારમી સદીના બાંધકામના મહાન યુગ દરમ્યાન પેરિસના નેત્રદામ નામના ભવ્ય દેવળ જેવાં તથા ઘણું કરીને વેનિસના સેન્ટ માર્ક નામના દેવળ જેવાં ગેથિકથી ભિન્ન શૈલીનાં દેવળો પણ બંધાયાં હતાં. સેન્ટ માર્કનું દેવળ તેં જોયું છે. એ બાઈઝેન્ટાઈન શૈલીનો નમૂનો છે. તેમાં સુંદર રંગબેરંગી ચિત્રકામ પણ છે.
શ્રદ્ધાયુગનાં વળતાં પાણી થયાં અને સાથે સાથે દેવળ બાંધવાનું કાર્ય પણ મંદ પડયું. માણસનું ચિત્ત હવે બીજી દિશાઓમાં – તેમના ધંધારોજગાર, વેપારઉદ્યોગ એટલે કે તેમના નાગરિક જીવન તરફ દેરાયું. દેવળને બદલે હવે નગરોની ફરતે કોટ બંધાવા લાગ્યા. એથી કરીને પંદરમી સદીના આરંભથી માંડીને ઉત્તર તથા પશ્ચિમ યુરોપમાં
-૨૩