________________
યુરોપનાં શહેરોને ઉદય * ૩પ૧ પછી આત્મા “પરગેટરી” નામના સ્થળે જાય છે. એ સ્થળ સ્વર્ગ અને નરકની વચ્ચે ક્યાંક આવેલું છે. માનવીને આત્મા ત્યાં આગળ આ ભવમાં કરેલાં પાપની શિક્ષા ભોગવે છે. એ શિક્ષાના તાપમાં શુદ્ધ થઈને પછી આત્મા સ્વર્ગમાં જાય છે એમ મનાય છે. પૈસા લઈને પિપ લેકોને એવું વચન લખી આપતો કે તેઓ પગેટરીના તાપમાંથી ઊગરીને બારેબાર સ્વર્ગમાં જશે. આ રીતે ચર્ચની સંસ્થા ભેળા. લેકની ધર્મશ્રદ્ધાનો ગેરલાભ લેતી અને ગુનાહિત કૃત્ય તથા જેને પિોતે પાપ માનતી તેમાંથી પણ તે પૈસા પેદા કરતી. “ઇન્ડજન્સ” વેચવાની આ પ્રથા છેડે પછી થોડા સમય બાદ શરૂ થઈ. પછી તે તે ચર્ચની એક ભારે બદનામીરૂપ બની ગઈ અને ઘણું લેકે રામના ચર્ચની વિરુદ્ધ થઈ ગયા તેનાં અનેક કારણેમાંનું એ પ્રથા પણ એક કારણ હતું.
ભેળા અને શ્રદ્ધાળ લેકો મૂંગે મેં કેટકેટલું ચલાવી લે છે એ એક આશ્ચર્યકારક ઘટના છે. એને લીધે જ ઘણું દેશમાં ધર્મ એ અઢળક પૈસા કમાવા માટે રોજગાર બની ગયું છે. મંદિરના પૂજારીઓને જુઓ; ગરીબ બિચારા ઉપાસકે અને પૂજા વગેરે વિધિ કરવાને આવનારને તેઓ કેવા લૂંટે છે ! ગંગાના ઘાટ પર જાઓ તે • ગરીબ બિચારે ગામડિયે પૂરતા પૈસા ન આપે ત્યાં સુધી અમુક ક્રિયા કે વિધિ કરાવવાની ના પાડતા પંડાઓ નજરે પડશે. કુટુંબમાં કંઈ પણ બનાવ બ –– જન્મ, લગ્ન કે મરણ – કે પુરહિત લાગલે આવી પહોંચે છે અને પૈસા કઢાવે છે:
હિંદુ, ખ્રિસ્તી, ઇસ્લામ, જરાસ્તી વગેરે દરેક ધર્મમાં આવી હાલત છે. ધર્માળની શ્રદ્ધામાંથી પૈસા કમાવાની એ દરેક પાસે પિતપોતાની રીતે છે. હિંદુધર્મમાં એ રીતે તદ્દન ઉઘાડી છે. કહેવાય છે કે ઇસ્લામમાં આવો પુરોહિત વર્ગ નહોતે. એને લીધે ભૂતકાળમાં તેના અનુયાયીઓને ધર્મને નામે ચાલતા શેષણમાંથી ઊગરવામાં કંઈક સહાય મળી. પરંતુ ધાર્મિક બાબતમાં પિતાને નિષ્ણાત કહેવડાવનારા મલવી અને મુલ્લા વગેરેના વર્ગો ઊભા થયા અને તેઓ શ્રદ્ધાળુ તથા ભલાળા ઈમાનદારને ધૂતવા તથા ચૂસવા લાગ્યા. જ્યાં આગળ લાંબી દાઢી, માથા ઉપરની મોટી જટા, કપાળ ઉપરનું લાંબુ તિલક, ફકીરને વેશ કે સંન્યાસીનાં ભગવાં કે પીળાં વસ્ત્રો પવિત્રતાના પરવાનારૂપ મનાતાં હોય ત્યાં જનતાને ઠગવી એ બહુ મુશ્કેલ નથી હોતું.