________________
મેહન-જો-દડે વિષે કઈક
૩૨૫ તેને ઉપગ થવા લાગ્યો ન હતો. વળી મોહન-જો-દડના શહેરીઓને રહેવા માટેનાં વિશાળ અને સગવડભર્યા ઘરે તથા સુંદર રીતે બાંધેલાં સ્નાનાગારેની સાથે તુલના કરી શકાય એવું કશું પ્રાગૈતિહાસિક કાળમાં મીસર, મેસોપોટેમિયા કે પશ્ચિમ એશિયામાં બીજે ક્યાંય હોય એવું આપણી જાણમાં નથી. એ બધા દેશોમાં દેવા માટે ભવ્ય મંદિર બાંધવામાં અને રાજાના મહેલ તથા કબરો ચણાવવામાં બેશુમાર નાણું તથા વિચારશક્તિને વ્યય કરવામાં આવ્યો હતો. પરંતુ બાકીના બધા લોકોને તો દેખીતી રીતે જ માટીનાં કંગાળ ઝૂંપડાઓથી જ સંતોષ માનવાનું રહેતું. સિંધુ નદીની ખીણમાં વસ્તુસ્થિતિ એથી તદ્દન ઊલટી જ છે. નગરજનની સુખસગવડ ખાતર જે મકાનો બાંધવામાં આવ્યાં હતાં તે જ સૈથી સરસ હતાં.”
વળી તે કહે છે કે,
એ જ પ્રમાણે, સિંધુની ખીણનાં કળા તથા ધર્મ પણ વિશિષ્ટ પ્રકારનાં છે અને તેઓ સેંથી નિરાળી ભાત પાડે છે. ઘેટાં, કૂતરાં તથા ઇતર પ્રાણીઓના માટીની બનાવટના નમૂનાની શૈલીની તોલે આવે એવું તે કાળનું બીજા દેશનું કશુંયે ઉપલબ્ધ હોય એવું આપણી જાણમાં નથી; અથવા છાપ પાડવાની મુદ્રાની કે તરણીની ઉત્તમ કૃતિઓ – ખાસ કરીને ખૂધવાળા તથા કાં શીંગડાંવાળા આખલાઓ – તેની રચનાની વિશદતા અને રેખાઓની ભાવપૂર્ણતામાં નિરાળી પડી જાય છે અને કેતરકામની કળામાં એને ટપી જાય એવું બહુ ઓછું છે. વળી ચિત્ર ૧૦ તથા ૧૧માં અંકિત કરેલી હરપ્પામાં મળી આવેલી મનુષ્યની બે મૂર્તિઓના ઘડતરની સુંદરતા અને નાજુકાઈ સાથે તુલના કરી શકાય એવા નમૂના ગ્રીસની જાહોજલાલીના યુગ પહેલાં મળવા અશક્ય છે. અલબત, સિંધુ ' પ્રદેશના લોકોના ધર્મમાં એવું ઘણું છે જે બીજા દેશના લોકોના ધર્મ સાથે મળતું આવે. બધાયે પ્રાગૈતિહાસિક તેમજ ઇતિહાસકાળના ધર્મોની બાબતમાં પણું આ સાચું છે. પરંતુ એકંદરે જોતાં, એમના ધર્મમાં હિંદની વિશિષ્ટતા એટલી બધી માલૂમ પડે છે કે આજના પ્રચલિત હિંદુ ધર્મથી એને ભાગ્યે જ નિરાળે પાડી શકાય...”
હરપામાં મળી આવેલી મનુષ્યની મૂર્તિઓ અથવા તે તેમના ચિત્રો જોવાની મને તીવ્ર ઈચ્છા છે. કોઈક દિવસ વળી આપણે બંને, હરપ્પા તથા મેહન-જો-દડે જઈશું અને આ બધી વસ્તુઓ ધરાઈ ધરાઈને નિહાળીશું. દરમ્યાન, તું તારી પૂનાની શાળામાં અને હું દહેરાદૂનની ડિસ્ટ્રિકટ જેલ નામની મારી શાળામાં એમ આપણે આપણું • પિતાપિતાનું કામ આગળ ચલાવીશું.