________________
અમેરિકાની માયા સંસ્કૃતિ
૩૨૧ સામ્રાજ્ય અંદરથી ખવાઈ ગયું ન હતું તે કેટેની હિંમત અને તેની બંદૂક તથા ઘેડા તેને કશા કામમાં ન આવત. એ સામ્રાજ્ય અંદરથી સડી ગયું હતું અને માત્ર બહારનો ખટાટોપ જ બાકી રહ્યો હતો, એટલે તેને તેડી પાડવા માટે જરા સરખો આચકો પણ પૂરતું હતું. એ સામ્રાજ્ય શોષણ ઉપર નિર્ભર હતું અને જનતાને તેની સામે ભારે રોષ હતે. એથી કરીને તેના ઉપર હુમલે થયે ત્યારે ત્યાંના સામ્રાજ્યવાદી લેકેની આ મુસીબત આમજનતાએ વધાવી લીધી. અને આવી પરિસ્થિતિમાં હમેશાં બને છે તેમ સાથે સાથે ત્યાં આગળ સામાજિક ક્રાંતિ પણ થઈ
એક વખત તે કોર્ટને હાંકી કાઢવામાં આવ્યો અને જેમ તેમ કરીને તેણે પિતાને જીવ બચાવ્યું. પરંતુ તે ફરી પાછો આવ્યો અને ત્યાંના કેટલાક વતનીઓની મદદ મળવાથી તેને જીત મળી. એથી કરીને આઝટેક લેકોના રાજ્યને અંત આવ્યો એટલું જ નહિ પણ તાજુબીની વાત તે એ કે એની સાથે મેકિસકોની આખી સંસ્કૃતિ પણ જમીનદેસ્ત થઈ ગઈ તથા થોડા જ વખતમાં મહાન પાટનગર ટેટીટ્સન પણ હતું ન હતું થઈ ગયું. તેને એક પથ્થર સરખો પણ આજે મોજૂદ નથી અને સ્પેનવાસીઓએ તેને સ્થાને એક દેવળ બંધાવ્યું. માયા સંસ્કૃતિનાં બીજાં મોટાં નગરો પણ નાશ પામ્યાં અને તેમને સ્થાને યુકાતાનનું જંગલ ફરી વળ્યું; તે એટલે સુધી કે તેમનાં નામે પણ ભુલાઈ ગયાં અને તેમની પડેશમાં આવેલાં ગામનાં નામ ઉપરથી તેમાંનાં ઘણું શહેરેનું આજે સ્મરણ થાય છે. તેમનું બધું સાહિત્ય પણ નાશ પામ્યું. માત્ર તેમનાં ત્રણ પુસ્તક બચવા પામ્યાં છે, પરંતુ હજી સુધી તે કઈ પણ તેમને વાંચી શક્યું નથી!
યુરેપની નવી પ્રજાના સંપર્કમાં આવતાં વેંત લગભગ પંદરસો વરસ સુધી ટકી રહેલી પ્રાચીન સંસ્કૃતિ તેમજ પ્રજા એકાએક કેમ લુપ્ત થઈ ગયાં, એ સમજાવવું અતિશય મુશ્કેલ છે. એમ લાગે છે કે આ સંપર્ક એ જીવલેણ વ્યાધિના ચેપ જેવો હતું અને એ નવી જાતના ક્ષેત્રે તેમને નામશેષ કરી દીધાં. કેટલીક બાબતમાં જે કે તેમની સંસ્કૃતિ બહુ ઉન્નત હતી પરંતુ બીજી કેટલીક બાબતોમાં તેઓ બહુ પછાત હતા. ઇતિહાસના ભિન્ન ભિન્ન યુગોનું તેમનામાં અજબ પ્રકારનું મિશ્રણ થયેલું હતું. - દક્ષિણ અમેરિકામાં સંસ્કૃતિનું બીજું કેન્દ્ર પેરુમાં હતું, અને ત્યાં આગળ ઈકાનું રાજ્ય હતું. ઈકો એક પ્રકારને દેવી રાજા મનાતે
૪-૨૧