________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન
આવતા ધસારા
હિંદની સંસ્કૃતિ નબળી પડવા લાગી હતી તેનું એક બીજું પરિણામ પણ હવે દેખાવા લાગ્યું હતું. જ્યારે તેના ઉપર બહારથ હુમલા થવા લાગ્યા ત્યારે, હિંદુ સ ંસ્કૃતિએ પોતાની આસપાસ જ કવચ રચી તેમાં દીવાન થઈ તે એ સામે પોતાનું રક્ષણ કરવાનો પ્રયાસ કર્યાં. એ પણ નબળાઈ તથા ડરપોકપણાની જ નિશાની હતી. એ ઇલાજે તેા રોગને ઊલટ વધારી દીધો. બહારના હુમલા નિહ પણ સ્થગિતતા એ ખરો રાગ હતો. એ રીતે અળગાપણું કેળવવાથી સ્થગિતતા વધી ગઈ અને વિકાસના બધા માર્ગો રૂંધાઈ ગયા. પાછળથી આપણે જોઈશું કે ચીને પણ પોતાની રીતે એમ જ કયું અને જાપાને પણ એ જ ઉપાય અજમાવ્યો. કવચ દ્વારા ચારે બાજુથી રૂંધાઈ ગયેલા સમાજમાં વસવું એ જરા જોખમકારક છે. તેમાં આપણે જડ બની જઈ એ છીએ અને તાજી હવા તથા નવા વિચારા અને ખ્યાલેાથી અપરિચિત બની જઈ એ છીએ. તાજી હવા વ્યક્તિને માટે જરૂરી છે તેટલી જ સમાજ માટે પણ આવશ્યક છે.
આટલું એશિયા વિષે. આપણે જોઈ ગયાં કે એ સમયે યુરેપ પછાત અને ઝઘડાખોર હતો. પણ એ બધી અવ્યવસ્થા અને અણુવ્ડપણાની નીચે કંઈ નિહ તા જોમ અને ચેતન આપણી નજરે પડે છે. દી કાળના તેના પ્રભુત્વ પછી એશિયા નીચે પડતા જતા હતા અને યુરોપ ઊંચે ચડવા મથી રહ્યો હતો. પરંતુ હયે એશિયાની કક્ષાએ પહોંચવા માટે યુરોપને ઘણી લાંખી મજલ કાપવાની હતી.
આજે યુરોપ પ્રભુત્વ ભાગવે અને એશિયા આઝાદી પ્રાપ્ત કરવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યો છે. તું ક્રીથી સપાટીની નીચે ઊંડાણમાં નજર કરશે તો એશિયામાં તને નવું જોમ, નવી સક શક્તિ અને નવું જ જીવન દેખાશે. એશિયા ફરી પાછો જાગ્રત થયા છે એમાં જરાયે શંકા નથી. આજે તેની મહત્તાનો સમય હોવા છતાં યુરોપમાં અથવા કહો કે પશ્ચિમ યુરોપમાં તેની પડતીનાં ચિહ્નો નજરે પડે છે. યુરોપની સંસ્કૃતિનો નાશ કરી શકે એટલા બળવાન ખર લોકા આજે નથી. પરંતુ કેટલીક વાર સુધરેલા લોકો પોતે જ ખરું અથવા જંગલી લોકાની જેમ વર્તે છે, અને જ્યારે એમ થાય છે ત્યારે સંસ્કૃતિ પોતે જ પોતાના વિનાશ વહોરી લે છે.
૩૧૬
હું એશિયા અને યુરેપની વાત કરી રહ્યો છું પરંતુ એ તે કેવળ ભૌગોલિક નામો છે. અને આપણી સામે જે સમસ્યા ખડી છે