________________
શુ પછીના પહેલા સહસ્રાબ્દને અંત ૩૫ તેમાંથી ઘણું રાજ્ય ઊભાં થયાં હતાં. હવે ઇસ્લામનું એક સામ્રાજ્ય ન રહ્યું પણ તે કેવળ ઘણું દેશે અને ઘણી જાતિઓનો ધર્મ બની ગયે હતે. અબ્બાસી સામ્રાજ્યના ખંડિયેરેમાંથી ગઝનીનું રાજ્ય ઊભું થયું. એના ઉપર મહમૂદ રાજ્ય કરતા હતા અને ત્યાંથી તે વારંવાર હિંદુસ્તાન ઉપર તૂટી પડતું હતું. પરંતુ બગદાદનું સામ્રાજ્ય પડી ભાગ્યું હોવા છતાં પણ બગદાદ પિતે એક મહાન શહેર તરીકે કાયમ રહ્યું હતું અને દૂરદૂરના દેશમાંથી કળાકારે તેમજ વિદ્વાનોને તે પિતાના તરફ આકર્ષતું હતું. એ સમયે મધ્ય એશિયામાં બુખારા, સમરકંદ અને બખ જેવાં બીજાં અનેક મહાન અને પ્રખ્યાત શહેરે આબાદ હતાં. એ બધાની વચ્ચે મેટા પાયા ઉપર વેપાર ચાલતું હતું અને મેટી મોટી વણજારે એક શહેરથી બીજે શહેર માલની લાવે-લઈજા કરતી હતી.
મંગેલિયા અને તેની આસપાસના પ્રદેશમાં નવી ગેપ જાતિઓ સંખ્યા તેમજ બળમાં વધતી જતી હતી. બસો વરસની અંદર તે એશિયાભરમાં ફરી વળવાની હતી. આ સમયની મધ્ય તેમજ પશ્ચિમ એશિયાની મુખ્ય જાતિઓ પણ ગેપ જાતિઓના ઉગમસ્થાન મધ્ય એશિયાના એ પ્રદેશમાંથી જ આવી હતી. ચીનના લોકોએ એ જાતિએને ત્યાંથી હાંકી કાઢી હતી અને તેમાંની કેટલીક હિંદમાં અને કેટલીક યુરેપમાં ફેલાઈ ગઈ. એ રીતે પશ્ચિમ તરફ હાંકી કાઢવામાં આવેલા સેજુક તુક કે બગદાદના સામ્રાજ્યને પુનરુદ્ધાર કરે છે તથા કેન્ઝાન્ટિનેપલના પૂર્વના રેમન સામ્રાજ્ય ઉપર હુમલે કરી તેને પરાજય કરે છે.
આટલું એશિયા વિષે. રાતા સમુદ્રની પેલી બાજુ આવેલું મીસર બગદાદથી સ્વતંત્ર હતું. ત્યાંના મુસલમાન રાજકર્તાએ પોતાને એક અલગ ખલીફ તરીકે જાહેર કર્યો હતો. બાકીના ઉત્તર આફ્રિકામાં પણ સ્વતંત્ર મુસલમાની રાજ્ય હતું. જિબ્રાલ્ટરની સામુદ્રધૃનીની પેલી બાજુ સ્પેનમાં સ્વતંત્ર મુસ્લિમ રાજ્ય હતું. તે કુત્બા યા કેડેબાની “અમીરાત” તરીકે ઓળખાતું હતું. એને વિષે આગળ ઉપર હું તને થોડું કહેવાને છું. પરંતુ અમ્બાસી ખલીફ સત્તા ઉપર આવ્યા ત્યારે તેમનું આધિપત્ય સ્વીકારવાની સ્પેનના આરબ રાજ્ય ના પાડી હતી એ તે તું જાણે જ છે. ત્યારથી જ એ સ્વતંત્ર હતું. ફ્રાંસ જીતવાના તેના પ્રયત્નોને ઘણા વખત ઉપર ચાર્લ્સ માટે નિષ્ફળ બનાવ્યા હતા. હવે સ્પેનના ઉત્તરના ૩-૨૦