________________
જગતના ઇતિહાસનું રેખાદર્શીન
રાખવામાં આવે છે એવાં સંગ્રહસ્થાનાની અભરાઈ ઉપર તે ત્વરા અને ચુપકીદીથી પેાતાને ધરતું સ્થાન નથી લઈ રહ્યો?
બચ્ચાંને, છોકરાછોકરીઓને અને તેમની વાનરસેના, તથા બાલ અને બાલિકાસભાને પણ જો. એમાંનાં ઘણાંનાં માતપિતાએ કદાચ ડરપોક કાયરની પેઠે અથવા તો ગુલામોની પેઠે આચરણ કર્યું હશે. પણ આપણી પેઢીનાં બાળકા કદીયે કાયરતા અથવા તે ગુલામીની ખરદાસ કરનાર નથી એ વિષે ક્રાણુ શંકા કરી શકે એમ છે?
આમ પરિવર્તનનું ચક્ર ક્રતું જ રહે છે. જે નીચે હતાં તે ઉપર આવે છે અને જેઓ ઉપર હતાં તે નીચે જાય છે. આપણા દેશમાં પણ એ ચક્ર ફરતું થઈ જાય એ માટે સમય આવી પહોંચ્યા છે. અને આ વખતે આપણે એને એવા તો ધક્કો આપ્યો છે કે હવે કાઈ પણ એની ગતિ ખાળી શકવાનું નથી.
ઈન્કિલાબ ઝિંદાબાદ !
૧૮