________________
૧૩
યુરોપની ફડલ અથવા સામન્ત સમાજવ્યવસ્થા
૪ જૂન, ૧૯૩૨
ત
આગલા પત્રમાં આપણે ફ્રાંસ, જમની, રશિયા અને ઇંગ્લેંડ વગેરે આજના દેશાના આરંભની ઝાંખી કરી ગયાં. પરંતુ તે સમયના લેકે આજે આપણે એ દેશા વિષે જે રીતે વિચાર કરીએ છીએ તે જ રીતે વિચાર કરતા હતા એમ ન માનીશ. આપણે આજે ફ્રાંસના લેકે, અંગ્રેજો તથા જમનાના અલગ અલગ પ્રજા તરીકે વિચાર કરીએ છીએ. તે તે પ્રજાની દરેક વ્યક્તિ પોતપોતાના દેશને પોતાની માતૃભૂમિ, પિતૃભૂમિ કે વતન ગણે છે. આ રાષ્ટ્રીયતાની ભાવના છે અને દુનિયામાં આજકાલ તે સારી પેઠે જોવામાં આવે છે. હિંદની આઝાદી માટેની આપણી લડત એ ‘ રાષ્ટ્રીય ’ લડત છે. પરંતુ તે કાળમાં રાષ્ટ્રીયતાની આ ભાવના ઉદ્ભવી નહોતી. તે સમયે લાકામાં ખ્રિસ્તી દુનિયા વિષે કંઈક એકતાનો ખ્યાલ હતા; એટલે કે પોતે મુસલમાન કે અન્ય વિધર્મીઓથી નિરાળા છે અને ખ્રિસ્તી સમાજ કે સંધના સભ્ય છે એમ તેઓ માનતા હતા. એ જ રીતે મુસલમાનામાં પણ એવા ખ્યાલ હતા કે તેઓ સૈા મુસ્લિમ જગતના અંગભૂત છે અને બાકીના બધા કાર છે અને તેમનાથી અલગ છે.
પરંતુ ખ્રિસ્તી તેમજ ઇસ્લામ જગતના આ પ્યાલા બહુ અસ્પષ્ટ હતા અને જનતાના રાજિંદા જીવન ઉપર તેની ઝાઝી અસર નહોતી. માત્ર ખાસ પ્રસ ંગેાએ જ ખ્રિસ્તી ધર્મ કે ઇસ્લામને ખાતર લડવા માટે લેાકાને ધાર્મિક ઝનૂનથી ભરી દેવાને અર્થે તેમનો ઉપયોગ થતા. તે સમયે રાષ્ટ્રીયતાને બદલે માણસ માણસ વચ્ચે કંઈક જુદા જ પ્રકારને સબંધ હતા. આ સબંધ ડ્યૂડલ પતિ અથવા આપણે જેને સામન્ત પતિ કહી શકીએ તે નામથી જાણીતી થયેલી સામાજિક વ્યવસ્થામાંથી ઉદ્ભવેલા ચૂડલ સબંધ હતો. રેશમના પતન પછી પશ્ચિમના મુલકાની પુરાણી વ્યવસ્થા પડી ભાગી. સર્વત્ર અવ્યવસ્થા, અરાજક, હિંસા અને બળજબરી પ્રવર્તતાં હતાં. જખરા લોક જે કઈ પોતાના હાથમાં આવે