________________
યુરેપના દેશે નિર્માણ થવા લાગે છે ર૭૯ છે. તેને એક વંશજ “જાડો', બીજો “ટાલિયે અને ત્રીજો “ધર્મિષ્ટ' કહેવાય છે. શાર્લમેનના સામ્રાજ્યના ભાગ પડતાં આપણે કાંસ અને જર્મનીને ભિન્ન દેશ તરીકે નિર્માણ થતા જોઈએ છીએ. એમ કહેવામાં આવે છે કે ૮૪૩ની સાલથી જર્મની એક રાષ્ટ્ર તરીકે હયાતી ભોગવતું થયું. વળી એમ પણ કહેવાય છે કે ૯૬૨થી ૯૭૩ની સાલ સુધી રાજ્ય કરનાર સમ્રાટ મહાન ઓટોએ ઘણે અંશે જર્મન લેકેનું એક અલગ પ્રજા તરીકે ઘડતર કર્યું. કાંસ પહેલેથી જ ઍટના સામ્રાજ્યની બહાર હતું. ૯૮૭ની સાલમાં હું કેપેટે નિર્માલ્ય થઈ ગયેલા કોલેવિંજિયન રાજાઓને હાંકી કાઢીને ફ્રાંસને કબજો મેળવ્યું. ખરી રીતે તે તેણે કાંસને કબજો મેળવ્યો એમ ન કહી શકાય કેમકે ફાંસ મેટા મેટા ટુકડામાં વહેંચાયેલું હતું અને તે દરેક પ્રદેશ ઉપર સ્વતંત્ર ઉમરા સત્તા ભોગવતા હતા. તથા તેઓ વારંવાર માંહમાં એકબીજા સામે લડતા હતા. પરંતુ તેમનામાંના એકબીજાના કરતાં તેમને સમ્રાટ અને પિપને ડર વધારે હતો. તેથી કરીને તેમને સામનો કરવાને તે બધા એકત્ર થયા. હ્યું કે પેટના સમયથી કાંસ એક રાષ્ટ્ર તરીકે હયાતી ભોગવતું થાય છે. રાષ્ટ્ર તરીકેની તેમની હયાતીના આરંભકાળથી જ આપણે ક્રાંસ અને જર્મની વચ્ચે હરીફાઈ જોઈ શકીએ છીએ. એ હરીફાઈ છેલ્લાં હજાર વરસોથી ચાલી આવી છે અને છેક આજ સુધી તે કાયમ રહી છે. કાંસ અને જર્મની જેવાં પાડોશનાં રાષ્ટ્ર અને તેમની અતિશય સંસ્કારી તથા પ્રતિભાશાળી પ્રજાઓ પિતાનું પુરાણું વેર પેઢી દર પેઢી સુધી પોષ્યા કરે એ એક અજબ જેવી વાત છે. પરંતુ એમાં જે વ્યવસ્થા નીચે તેઓ આજ સુધી રહેતા આવ્યા છે તેને જેટલે દેષ છે તેટલે દોષ તેમને પિતાને ન હોય એ કદાચ સંભવિત છે.
લગભગ એ જ અરસામાં રશિયા પણ ઇતિહાસના રંગમંચ ઉપર આગળ આવે છે. ૮૫૦ની સાલમાં ઉત્તર તરફથી આવેલા રૂરિક નામના માણસે રશિયાના રાજ્યને પાયે નાંખ્યું હતું એમ કહેવાય છે. યુરોપના અગ્નિ ખૂણામાં બેગેરિયન લોકો ઠરીઠામ થતા આપણને જણાય છે. તેઓ આક્રમણકારી પણ બનતા જતા હતા. એ જ રીતે સર્બિયન લેકે પણ ત્યાં ઠરીઠામ થવા લાગ્યા હતા. મજ્યર અથવા હંગેરિયન લેકે તથા પોલ જાતિના લેકે પણ પવિત્ર સામ્રાજ્ય અને નવા રશિયાની વચ્ચે પિતપોતાનાં રાજ્ય સ્થાપવાની શરૂઆત કરે છે.