________________
ઉત્તર હિંદુસ્તાન–હર્ષથી મહમૂદ ગઝની સુધી ર૭૧ છે. કોડ દિનારના (એક સિક્કો) ખર્ચ વિના એ શહેર તેની આજની સ્થિતિએ પહોંચ્યું હોય એ બનવાજોગ નથી. બસે વરસથી ઓછા સમયમાં એના જેવું બીજું શહેર બાંધી શકાય એમ નથી.”
મહમૂદે મથુરાનું કરેલું આ વર્ણન ફિરદોશીના હેવાલમાંથી આપણને મળે છે. ફિરદોશી ફારસીનો મહાન કવિ હતા અને તે મહમૂદના સમયમાં થઈ ગયા છે. ફિરદોશી અને તેની મુખ્ય કૃતિ શાહનામાનો ઉલ્લેખ મેં મારા ગયા વરસના એક પત્રમાં કર્યાનું મને સ્મરણ છે. એવી વાત ચાલે છે કે મહમૂદની આજ્ઞાથી ફિરદોશીએ શાહનામું લખ્યું હતું. તેણે એ કાવ્યની દરેક બેત માટે ફિરદેશીને એક સોનાને દીનાર આપવાનું વચન આપ્યું હતું. પરંતુ ફિરદોશી ગણતરીપૂર્વક કે ટૂંકાણમાં લખવામાં માનતું ન હતું. એથી કરીને તેણે ખૂબ લંબાણથી લખ્યું.
જ્યારે તેણે એ કાવ્યની હજારે બે મહમૂદને બતાવી ત્યારે તેણે તેની કૃતિનાં ખૂબ વખાણ કર્યા. પરંતુ તેનું દામ આપવાના પિતાના અવિચારી વચન માટે મહમૂદને પસ્તાવો થયો. તેણે ફિરદોશીને તેની કબૂલાત કરતાં ઘણું ઓછું દામ આપવાને પ્રયાસ કરી જે પરંતુ એથી કવિ અત્યંત ક્રોધે ભરાયો અને તેણે કશું પણ લેવાની ના પાડી.
હર્ષથી મહમૂદ સુધી આપણે લાંબી છલંગ ભરી અને સાડાત્રણસોથી પણ વધારે વરસના હિંદના ઈતિહાસ ઉપર નજર કરી ગયાં. મને લાગે છે કે આ લાંબા ગાળા વિષે ઘણી રસિક હકીકતે આપી શકાય. પરંતુ હું પોતે જ એ વિષે અજાણ છું એટલે એ વિષે વિવેકભર્યું મન જાળવવું એ જ મારે માટે ઉચિત થઈ પડશે. કદી કદી માહોમાંહે લડતા અને વખત આવ્યે ઉત્તર હિંદમાં પંચાલ રાજ્યના જેવાં મોટાં રાજ્ય સ્થાપનાર રાજાઓ અને શાસકે વિષે હું તને કંઈક કહી શકું
ખરો. વળી, કનેજ ઉપર શી શી વિપત પડી; કાશ્મીરના રાજાઓએ પ્રથમ તેના ઉપર કેવી રીતે હુમલે કર્યો અને થડા વખત સુધી તેને પિતાને કબજે રાખ્યું તથા તે પછી બંગાળના રાજાએ અને તેને પછી દક્ષિણના રાષ્ટ્રકૂટોએ તેના ઉપર કેવી રીતે હુમલા કર્યા અને પિતાને કબજે કર્યું તે વિષે પણ હું તને કાંઈ કહી શકું. પરંતુ એ બધી વિગતની નેંધથી કશો અર્થ સરે એમ નથી અને તે ઊલટી તને ગૂંચવાડામાં નાખી દે એ સંભવ છે.
આપણે હિંદના ઇતિહાસના એક લાંબા પ્રકરણને અંતે આવી પહોંચ્યાં છીએ અને હવે નવું પ્રકરણ શરૂ થાય છે. ઈતિહાસને અમુક