________________
ર૬૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન આરબ પ્રવાસીઓ અને વેપારીઓ હિંદના જુદા જુદા ભાગની મુલાકાત લેતા. ઉત્તર હિંદની, ખાસ કરીને વૈદકના શિક્ષણ માટે પ્રખ્યાત તક્ષશિલા વિદ્યાપીઠમાં સંખ્યાબંધ આરબ વિદ્યાર્થીઓ આવતા હતા. એમ કહેવાય છે કે હારૂનલ રશીદના સમયમાં હિંદના વિદ્વાનની બગદાદમાં ભારે શોખ હતી અને ત્યાંની ઈસ્પિતાલે તથા તબીબી શાળાઓ ચલાવવા માટે હિંદમાંથી વૈદે જતા હતા. ગણિત તથા જ્યોતિષના ઘણું સંસ્કૃત ગ્રંથને અરબી ભાષામાં અનુવાદ કરવામાં આવ્યા હતા.
આમ આરબ લેકાએ પુરાણી હિંદી આર્ય સંસ્કૃતિમાંથી ઘણું અપનાવ્યું. આ ઉપરાંત ઈરાનની સંસ્કૃતિમાંથી પણ તેમણે ઘણું ગ્રહણ કર્યું તેમજ ગ્રીક સંસ્કૃતિમાંથી પણ કંઈક લીધું. ભર થવનના જમવાની કોઈ નવી જાતિના જેવી આરબ લેકેની સ્થિતિ હતી. તેમની આસપાસની બધી પ્રાચીન સંસ્કૃતિઓમાંથી તેમણે ફાયદો ઉઠાવ્યા અને શીખવા જેવું બધું શીખી લીધું અને એના પાયા ઉપર તેમણે પિતાની સેરેસન સંસ્કૃતિ નિર્માણ કરી. બીજી સંસ્કૃતિઓને મુકાબલે તેનું જીવન ટૂંકું હતું, પરંતુ તે તેજસ્વી જીવન હતું અને યુરોપના મધ્યયુગની અંધકારમય પૂર્વ પીઠિકાને મુકાબલે તે ઝળહળી રહ્યું છે.
આરબ લે કોએ હિંદી આર્ય સંસ્કૃતિ તથા ઈરાન અને ગ્રીસની સંસ્કૃતિના સંપર્કથી લાભ ઉઠાવ્યું પરંતુ હિંદુસ્તાન, ઈરાન કે ગ્રીસના લેકેએ તેમના સંસર્ગને નામ જ લાભ ઉઠાવે એ આશ્ચર્યકારક બીના છે. સંભવ છે કે આરબ લેક જોમ અને ધગશથી ઊભરાતી યુવાન પ્રજા હતી જ્યારે ઉપર જણાવેલી બીજી પ્રજાઓ પુરાણી હતી અને જૂને ચીલે ચાલતી હતી તથા તેમને પરિવર્તનની ઝાઝી પરવા નહતી. વળી એ પણ એક અજબ જેવી વાત છે કે પ્રજાઓ કે જતિઓ ઉપર પણ વ્યક્તિની પેઠે જ વયની અસર થાય છે–વૃદ્ધાવસ્થાથી તેમની ગતિ મંદ પડે છે, તેમનાં શરીર અને મન જડ બની જાય છે, તેઓ સ્થિતિચુસ્ત બની જાય છે અને પરિવર્તનનો તેમને ડર લાગે છે.
એથી કરીને કેટલીક સદીઓ સુધીના આરબના સંપર્કની હિંદ ઉપર ઝાઝી અસર ન થઈ તેમજ તેના જીવનમાં ઝાઝો ફેરફાર પણ ન છે. પરંતુ એ લાંબા ગાળા દરમ્યાન ઇસ્લામના નવા ધર્મને હિંદને કંઈક પરિચય થયું હશે. આરબ મુસલમાને અવારનવાર અહીં આવતજતા હતા. તેમણે અહીં મસીદ પણ બાંધી હતી અને કદી કદી પિતાના ધર્મને ઉપદેશ પણ તેઓ કરતા હતા તથા કેટલાક લોકોને