________________
હારૂનલ રશીદ અને બગદાદ
૨૬૫ એકબીજાને કમજોર બનાવ્યા. એ પ્રદેશનાં આબાદ શહેરે તેમની મહત્તા અને વેપાર રોજગાર ગુમાવી બેઠાં તથા પાકથી લચી રહેલાં ખેતરે વેરાન થઈ ગયાં.
આમ તેઓ એકબીજાની સામે લડતા હતા. તેમની લડાઈને અંત આવ્યો તે પહેલાં જ એશિયાને બીજે છેડે મંગેલિયામાં ચંગીઝખાન મંગલ પેદા થયું. તેને “ધરણી ધુજાવનાર મંગલ કહેવામાં આવે છે. અને સાચે જ કંઈ નહિ તે ભવિષ્યમાં એશિયા અને યુરોપને તે તે ધુજાવવાનો હતો જ. તેણે અને તેના વંશજોએ બગદાદ તથા તેના સામ્રાજ્યને અંત આણ્ય. મંગોલોએ તેને સર કર્યું તે સાથે જ બગદાદનું મહાન અને પ્રખ્યાત શહેર ધૂળ અને રાખને ઢગલે થઈ ગયું અને તેના વિશ લાખ શહેરીઓ પૈકી ઘણુંખરા મરણ પામ્યા હતા. ૧૨૫૮ની સાલમાં આ બનાવ બન્યો હતો.
બગદાદ શહેર ફરી પાછું આજે સમૃદ્ધ થયું છે અને તે ઇરાકની રાજધાની છે. પણ આજે તે તેની આગળની અવસ્થાની કેવળ છાયા સમાન છે. મંગોલાએ તેની જે ખાનાખરાબી કરી હતી તેમાંથી તે ફરી બેઠું ન થયું.