________________
હાર્નલ રશીદ અને બગદાદ
૧
બાબતમાં તે પ્રાચીન સામ્રાજ્યાને આંટવાના પ્રયત્ન કરવા લાગ્યા અને તેમની ઘણી કુપ્રથાએ તેમણે અપનાવી. તેમાંની એક કુપ્રથા હું આગળ ઉપર કહી ગયા તે સ્ત્રીઓને પડદામાં રાખવાના રિવાજ હતી.
હવે રાજધાની દમાસ્કસથી ખસેડીને ઇરાકના બગદાદ શહેરમાં લઈ જવામાં આવી. રાજધાનીની આ ફેરબદલી પણ આરબ નીતિરીતિમાં થયેલા ફેરફારની સૂચક છે. કેમકે બગદાદ ઈરાનના સમ્રાટનું ઉનાળાનું નિવાસસ્થાન હતું. વળી બગદાદ દમાસ્કસ કરતાં યુરોપથી વધારે વેગળુ હતું એટલે હવે પછી અબ્બાસી ખલીફાઓની નજર યુરોપ કરતાં એશિયા તરફ વધારે રહી. હજી પણ કૅન્સ્ટાન્ટિનેાપલ કબજે કરવાના ધણા પ્રયત્ન થવાના હતા તેમ જ યુરોપની પ્રજાએ સાથે પણ ઘણાં યુદ્ધો થવાનાં હતાં, પરંતુ એમાંનાં ધણાંખરાં યુદ્દો રક્ષણાત્મક હતાં. વિજયના દિવસે। હવે પૂરા થયેલા જણાય છે અને અબ્બાસી ખલીફા તેમના હાથમાં જે સામ્રાજ્ય રહ્યુ હતું તેને વ્યવસ્થિત અને સ ંગઠિત કરવાના પ્રયત્નમાં મંડ્યા. સ્પેન અને આફ્રિકા સિવાયનું તેમનું સામ્રાજ્ય પણ સારી પેઠે વિશાળ હતું.
બગદાદ ! તને એ યાદ નથી આવતું? અને હાનલ રશીદ, શહેરાઝાદી તથા ‘ અરેબિયન નાઇટ્સ ' ની અદ્ભુત વાત તને નથી યાદ આવતી ? અબ્બાસી ખલીફાના અમલમાં હવે જે શહેર ઊભુ થયું તે ‘ ઍરેબિયન નાઇટ્સ ' નું બગદાદ હતું. એ બહુ વિશાળ હતું અને તેમાં સંખ્યાબંધ મહેલાતા, સરકારી કચેરીઓ, શાળા, કોલેજો, મોટી મોટી દુકાનો અને બાગબગીચા તથા વાડીએ વગેરે હતાં. ત્યાંના વેપારીઓ પૂર્વ અને પશ્ચિમના દેશ વચ્ચે બહેાળા વેપાર ખેડતા. સંખ્યાબંધ સરકારી અમલદારો સામ્રાજ્યના દૂર દૂરના ભાગે સાથે નિરંતર સંપર્ક માં રહેતા અને રાજ્યતંત્ર વધારે ને વધારે જટિલ બની જતાં તેને અનેક ખાતાંઓમાં વહેંચી નાખવામાં આવ્યું હતું. ટપાલની કાર્ય કરાળ વ્યવસ્થા પાટનગરને સામ્રાજ્યના ખૂણેખૂણાની સાથે સંકળાયેલું રાખતી. ત્યાં ઈસ્પિતાલે સારી સંખ્યામાં હતી. દુનિયાભરના પ્રવાસીઓ અને ખાસ કરીને પતિા, કલાકારો અને વિદ્યાર્થીએ બગદાદ શહેરમાં આવતા કેમકે ખલીફા વિદ્વાનેા તેમ જ કુશળ કલાકારોનું સન્માન કરે છે એ બીના જગજાહેર હતી.
ખલીફાએ પોતે ભારે વૈભવવિલાસનું જીવન ગાળતા હતા. સખ્યાબંધ ગુલામે તેમની પરિચર્યા કરતા અને તેમની સ્ત્રીઓએ