________________
૫૦
હારૂનલ રશીદ અને બગદાદ
ર૭ મે, ૧૯૩૨ બીજ દેશ તરફ વળતાં પહેલાં આરબ લોકેાની વાત જ આપણે આગળ ચલાવીએ.
મારા આગલા પત્રમાં મેં તને કહ્યું હતું કે લગભગ સે વરસ સુધી ખલીફાઓ પેગંબર સાહેબના કુટુંબની ઉમૈયા શાખામાંથી થયા હતા. તેમની રાજધાની દમાસ્કસ હતી અને તેમના અમલ દરમ્યાન મુસલમાન આરબોએ ઇસ્લામને ઝડે દૂર દૂરના દેશમાં ફરકાવ્ય. આરબ લેકે દૂર દૂરના મુલકે જીતતા હતા ત્યારે બીજી તરફ પિતાના જ ઘર આગળ તેઓ માંહોમાંહે લડતા હતા અને ત્યાં આગળ વખતોવખત આંતરયુદ્ધ ફાટી નીકળતું હતું. આખરે પેગંબર સાહેબના કુટુંબની બીજી શાખાના એટલે કે તેમના કાકા અભ્યાસના વંશના લેકેએ ઉમૈયા કુટુંબને સત્તા ઉપરથી હાંકી કાઢયું. આમ્બાસના વંશજો હોવાને કારણે તેઓ અભ્યાસી તરીકે ઓળખાય છે. અભ્યાસી લેકે ઉમૈયાઓની કરતાનું વેર લેનાર તરીકે આવ્યા હતા પરંતુ તેમને વિજ્ય થયા પછી તેઓ કરતા. અને ખૂનરેજી કરવામાં ઉમૈયાઓને
ક્યાંય આંટી ગયા. તેમણે ઉમૈયાઓને શોધી શેધીને અતિશય જંગલી રીતે મારી નાખ્યા.
આ ૭૫ની સાલના આરંભની વાત છે અને ત્યારથી અબ્બાસી ખલીફાઓના અમલનો લાંબો યુગ શરૂ થયો. તેમના અમલનો આરંભ શુભ કે સુખદ સંજોગોમાં નહતો થયો તે પણ અબ્બાસી યુગ આરબ ઈતિહાસને એક જ્વલંત યુગ ગણાય છે. પરંતુ ઉમૈયાઓના અમલના સમયને મુકાબલે હવે ભારે ફેરફાર થવા માંડ્યા હતા. અરબસ્તાનના આંતરવિગ્રહ આખા અરબી સામ્રાજ્યને હચમચાવી નાંખ્યું હતું. અસીઓ પિતાના દેશમાં જીત્યા ખરા, પરંતુ દૂર આવેલા સ્પેનને સૂબો ઉમૈયા શાખાને હતું એટલે તેણે અબ્બાસી ખલીફાને માન્ય રાખવાની સાફ ના પાડી. ઉત્તર આફ્રિકા પણ થેડા જ વખતમાં