________________
ર૫૪
જગતના ઇતિહાસનું રેખાદર્શન આવી જંગલી રીતે વર્તે નહિ. સંભવ છે કે, જેને વિષે હું આ પહેલાં તને કંઈક કહી ગયો છું તે કોસ્ટાન્ટિનોપલને સમ્રાટ થિડે. સિયસ એ આખું પુસ્તકાલય કે તેને અમુક ભાગ બાળવા માટે ગુનેગાર હોય. એ પુસ્તકાલયને અમુક ભાગ તે ઘણા સમય પહેલાં જુલિયસ સીઝરના જમાનામાં ઘેરે ઘાલવામાં આવ્યો ત્યારે નાશ પામ્યો હતે. થિયોડેસિયસને વિધમી જૂનાં ગ્રીક પુરાણ અને ગ્રીક તત્વજ્ઞાનનાં પુસ્તકે પસંદ નહતાં. તે બહુ ચુસ્ત ખ્રિસ્તી હતે. એમ કહેવાય છે. કે તે આવાં પુસ્તકોને પિતાને માટે નાહવાનું પાણી ગરમ કરવા માટે બળતણ તરીકે વાપરતે.
આરબ લેકે પૂર્વ તેમ જ પશ્ચિમમાં આગળ ને આગળ વધતા જ ગયા. પૂર્વમાં હેરાત, કાબુલ અને બખ પડ્યાં અને તેઓ સિંધુ નદી તથા સિંધ સુધી પહોંચી ગયા. પરંતુ હિંદમાં તેઓ એથી આગળ ન વધ્યા. અને ત્યાર પછી કેટલીયે સદીઓ સુધી હિંદના રાજાઓ જોડે તેમને ગાઢ મૈત્રીને સંબંધ રહ્યો. પશ્ચિમમાં તેઓ આગળ ને આગળ વધતા જ ગયા. એમ કહેવાય છે કે તેમનો ઉકબા નામનો એક સેનાપતિ ઉત્તર આફ્રિકાને એક છેડેથી નીકળી બીજે છેડે પશ્ચિમે આટલાંટિક મહાસાગરના કાંઠા ઉપર આજે મેરે નામથી ઓળખાતે પ્રદેશ જ્યાં છે ત્યાં સુધી પહોંચ્યું હતું. પરંતુ મહાસાગર આડે આવતાં તે નિરાશ થયે. સમુદ્રમાં પણું જ્યાં સુધી જઈ શકાયું ત્યાં સુધી તે ઘેડા પર બેસીને આગળ ગયા અને ત્યાં ઊભા રહીને તે જ દિશામાં આગળ વધીને અલ્લાના નામથી જીતી લેવા માટે વધુ પ્રદેશ બાકી રહ્યો નહતે એને માટે તેણે તેની આગળ પિતાને અફસ જાહેર કર્યો! - રોકકો અને આફ્રિકાથી સમુદ્રની સાંકડી પટી ઓળંગીને આરબ લેકએ સ્પેન અને યુરોપમાં પ્રવેશ કર્યો. આ નાની સામુદ્રધુનીને પ્રાચીન ગ્રીક લે કે હરક્યુલસના સ્તંભ કહેતા. યુરોપમાં દાખલ થનાર પહેલે આરબ સેનાપતિ જિબ્રાલ્ટર આગળ ઊતર્યો હતે. જિબ્રાલ્ટરનું નામ પણ એ સેનાપતિનું સ્મરણ કરાવે છે. તેનું નામ “તરીક’ હતું. અને જિબ્રાલ્ટરનું અસલ નામ જબલ-ઉત-તરીકે એટલે કે તરીકનો ખડક છે.
તેમણે ઝપાટાભેર પેન જીતી લીધું અને પછી આરબ લેક દક્ષિણ ફ્રાંસમાં દાખલ થયા. આ રીતે મહંમદ સાહેબના મૃત્યુ પછી સે વરસની અંદર આરબ લેકેનું સામ્રાજ્ય દક્ષિણ ફાંસ અને સ્પેનથી