________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન અમલદારો અને અમીર ઘેડા જ વખતમાં વૈભવમાં પડી ગયા અને રેશમી વસ્ત્રો પહેરવા લાગ્યા. અબુબકર તથા ઉમર એવા અમલદારે તથા અમીરેને ઠપકો આપતા, સજા કરતા અને કઈ કઈવાર તેમના ઉડાઉપણા માટે આંસુ સારતા તેની અનેક વાતો પ્રચલિત છે. તેમની એવી માન્યતા હતી કે સાદાઈ અને ખડતલ જીવન ઉપર જ તેમના સામર્થને આધાર છે; અને જે કૉન્સ્ટાન્ટિનોપલ તથા ઈરાનના રાજદરબારનાં વૈભવ અને મોજશોખમાં તેઓ પડે તે આરબ પ્રજા ભ્રષ્ટ થાય અને પરિણામે તેની અગતિ થાય. '
અબૂબકર અને ઉમરના અમલના બાર વરસના ટૂંક સમયમાં પણ આરબ લેકેએ પૂર્વના રોમન સામ્રાજ્ય અને ઈરાનના સાસાની સમ્રાટ એ બંનેને પરાજય કર્યો. યહૂદી લેક તેમ જ ખ્રિસ્તીઓનાં પવિત્ર શહેર જેરુસલેમનો આરઓએ કબજો લીધે અને આખું સીરિયા, ઈરાક તથા ઈરાન અરબી સામ્રાજ્યનો ભાગ બની ગયાં.