________________
૨૪૯
ઇસ્લામને ઉદય આમ તેને એક મહિને આ વરસે શિયાળામાં હોય તો થોડાં વરસ પછી તે મારા ઉનાળાની અધવચ આવે.
ઇસ્લામ ધર્મને આરંભ મહંમદ સાહેબ મકકાથી હિજરત કરીગયા ત્યારથી એટલે કે ૬૨૨ની સાલથી થયે એમ કહી શકાય. પરંતુ એક રીતે તેનો આરંભ એ પહેલાં થયા હતા. યશ્રીબ શહેરે મહંમદ સાહેબને વધાવી લીધા અને તેમના આગમનના માનમાં તેનું નામ બદલીને “મદીના - ઉન – નબી' એટલે કે નબીનું શહેર એવું નામ રાખવામાં આવ્યું. આજકાલ સંક્ષેપમાં તેને માત્ર મદીના કહેવામાં આવે છે. મદીનાના જે રહેવાશીઓએ મહંમદ સાહેબને મદદ કરી હતી તે “અન્સાર ” એટલે કે મદદગાર કહેવાયા. તેમના આ મદદગારોના વંશજો આ ખિતાબ માટે મગરૂર છે અને આજે પણ તે ધારણ કરે છે.
ઇસ્લામ અને આરબોની છતોની કારકિર્દીને વિચાર કરીએ તે પહેલાં આપણે જરા આસપાસ નજર કરી લઈએ. રોમનું પતન આપણે હમણાં જ જોઈ ગયાં. ગ્રીસ-રોમની પુરાણી સંસ્કૃતિનો અંત આવી ગયો હતો અને તેના પાયા ઉપર રચાયેલી સમાજવ્યવસ્થા અસ્તવ્યસ્ત થઈ ગઈ હતી. હવે ઉત્તર યુરોપની જાતિઓ અને કબીલાઓ ધીરે ધીરે આગળ આવતા જતા હતા. રેમ પાસેથી કંઈક શીખવાનો પ્રયત્ન કરતાં તેઓ તદ્દન નવા જ પ્રકારની સંસ્કૃતિ નિર્માણ કરી રહ્યા હતા. પરંતુ હજી તે માત્ર તેની શરૂઆત જ થતી હતી એટલે નરી આંખે જોઈ શકાય એવું કશું જ એ વખતે પેદા થયું નહોતું. આમ જૂની સંસ્કૃતિ લુપ્ત થઈ ગઈ હતી અને તેને ઠેકાણે નવી સંસ્કૃતિ હજી નિર્માણ થઈ નહોતી એટલે યુરોપમાં સર્વત્ર અંધકાર
વ્યા હતા. એ ખરું છે કે તેના પૂર્વ છેડા ઉપર પૂર્વનું રેશમન સામ્રાજ્ય હજી મેજૂદ હતું. કૉન્સ્ટાન્ટિનોપલ એ વખતે પણ સુંદર અને મહાન નગર હતું. એ વખતે યુરેપનું તે સૈથી મોટું શહેર હતું. તેના વર્તુલાકાર પ્રેક્ષાગારમાં રમતગમત અને સરકસો થયા કરતાં હતાં અને ત્યાં આગળ હજી પણ સારી પેઠે ભપકો અને ડાળદમાક હતાં. આમ છતાં પણ તે સામ્રાજ્ય નબળું પડતું જતું હતું. ઈરાનના સાસાની
કે જેડે તેને સતત લડાઈ ચાલ્યા કરતી હતી. ઈરાનના બીજા ખુશરોએ કન્ઝાન્ટિનોપલને કેટલેક મુલક પડાવી લીધું હતું અને અરબસ્તાન ઉપર પણ પિતાનું આધિપત્ય છે એમ તે માનતા હતા. જોકે અરબસ્તાન ઉપરનું તેનું આધિપત્ય નામનું જ હતું. ખુશરોએ